Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સત્તે પે સત્તા: રિમેકમાં હ્રિતિકના પાત્રમાં ફરાહ ખાન કરશે આ મોટા ફેરફાર

સત્તે પે સત્તા: રિમેકમાં હ્રિતિકના પાત્રમાં ફરાહ ખાન કરશે આ મોટા ફેરફાર

24 October, 2019 06:51 PM IST | મુંબઈ ડેસ્ક

સત્તે પે સત્તા: રિમેકમાં હ્રિતિકના પાત્રમાં ફરાહ ખાન કરશે આ મોટા ફેરફાર

સત્તે પે સત્તા: રિમેકમાં હ્રિતિકના પાત્રમાં ફરાહ ખાન કરશે આ મોટા ફેરફાર


સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની ફિલ્મ 'સત્તે પે સત્તા' હોલીવુડ ક્લાસિક '7 બ્રાઇડ્સ ફોર 7 બ્રધર્સ'ની રીમેક હતી. હવે આ ફિલ્મને ફિલ્મ નિર્દેશક ફરાહ ખાન બીજીવાર બનાવવાની તૈયારી કરી રહી છે. તેની માટે તેણે અન્ય ભૂમિકાઓની તુલનામાં અમિતાભ બચ્ચનના કેરેક્ટરમાં કેટલાક ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જેથી હ્રિતિક રોશનની ભૂમિકા અન્ય કલાકારોની તુલનામાં ઉઠીને આવે. ચર્ચાઓ પ્રમાણે હ્રિતિક રોશનને સ્ક્રિપ્ટ ગમે છે પણ તે ઇચ્છે છે કે તેની ભૂમિકા એવી રીતે બનાવવામાં આવે કે તેનું પાત્ર અન્ય બધાં જ પાત્રો કરતાં જૂદું દેખાય.

એક લોકપ્રિય મનોરંજન વેબસાઇટની રિપોર્ટ પ્રમાણે હ્રિતિકે સ્પષ્ટ કરી દીધું છે કે 7 ભૂમિકાઓ વાળી ફિલ્મમાં તે ત્યાં સુધી કામ નહીં કરે જ્યાં સુધી તેની ભૂમિકા અન્યની ભૂમિકાની તુલનામાં ઊઠીને ન આવે.




જોકે, તેણે તાજેતરમાં જ ટાઇગર શ્રૉફ સાથે એક્શન ફિલ્મ કરી, જે એક તુલનાત્મક ફિલ્મ હતી. જો બધી વસ્તુઓ યોગ્ય રીતે થશે તો 'અગ્નિપથ' પછી હ્રિતિકના કરિઅરની આ બીજી અમિતાભ બચ્ચનની રિમેક ફિલ્મ હશે. ફિલ્મ વૉરમાં હ્રિતિક રોશન અને ટાઇગર શ્રૉફે ખૂબ જ એક્શન કરી. આ ફિલ્મમાં એક્શન સીનને કોરિયોગ્રાફ કરવા હોલીવુડથી એક્સપર્ટ આવ્યા હતા. ફિલ્મ વૉરનું નિર્માણ યશરાજ પ્રૉડક્શને કર્યું હતું.


આ પણ વાંચો : 1 નહીં, 2 નહીં પણ 4-4 કિલો વજન ધરાવતી, તારી પાઘડીએ મનડું મારું મોહ્યું...

આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર 300 કરોડથી વધુનો વેપાર કર્યો છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. તો આ ફિલ્મને અનેક સારી લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી. ફિલ્મમાં ટાઇગર શ્રૉફ અને હ્રિતિક રોશને જબરજસ્ત એક્શન સીન કર્યા. આ ફિલ્મમાં બન્નેના એક્શન સીન્સ જોવા મળે છે. ટાઇગર શ્રૉફ ફિલ્મ વૉર પછી હવે પોતાની આગામી ફિલ્મ બાગી 3ની તૈયારીમાં વ્યસ્ત છે. તો હ્રિતિકની આ ફિલ્મમાં તેની અપોઝિટમાં અનુષ્કા શર્માને લેવાની ચર્ચાઓ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2019 06:51 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK