અક્ષયકુમારે જ્યારે કરીઅરની શરૂઆત કરી તો તેને માત્ર ને માત્ર ઍક્શન રોલ્સ મળતા હોવાથી તે કંટાળી ગયો હતો. તેની ઇમેજ પણ ઍક્શન હીરોની બની ગઈ હતી એથી એમાં પરિવર્તન લાવવા માગતો હતો. એ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘ઘણા સમય પહેલાં જ મને એનો અહેસાસ થઈ ગયો હતો, કારણ કે મારી કરીઅરની શરૂઆતના દિવસોમાં હું ફક્ત ઍક્શન ફિલ્મો જ કરતો હતો. હું ઍક્શન હીરો તરીકે ઓળખાતો હતો. ખરેખર તો હું જ્યારે સવારમાં જાગતો તો હું એ જાણતો હતો કે મારે સેટ પર જઈને ઍક્શન જ કરવાની છે. હું કંટાળી ગયો હતો અને વિચારતો હતો કે માત્ર ઍક્શન કરીને હું શું કરી રહ્યો છું? મેં અનેક વસ્તુઓ અજમાવી જોઈ. એ વખતે લોકો મને કહેતા હતા કે તું કૉમેડી નહીં કરી શકે. જોકે પ્રિયદર્શનજી અને રાજકુમાર સંતોષીજીએ મને કૉમેડી રોલ આપ્યા અને તેઓ જ મને કૉમેડીમાં લઈને આવ્યા.’
Akshay Kumar વિરૂદ્ધ નોટિસ દાખલ, ફિલ્મ 'રૂસ્તમ'થી જોડાયેલો છે મામલો
27th February, 2021 17:36 ISTબચ્ચન પાન્ડેનું અક્ષય સાથેનું શેડ્યુલ પૂરું કર્યું ક્રિતી સૅનને
23rd February, 2021 11:44 ISTઅમિતાભ-અક્ષયકુમારની ફિલ્મોનું શૂટિંગ નહીં અટકાવાય: કૉન્ગ્રેસ
20th February, 2021 09:18 ISTTotal Timepaas: બૅટલફીલ્ડ કંગના રનોટનો સાચો પ્રેમ, રણવીર શૌરી કોરોના પૉઝિટિવ
18th February, 2021 13:09 IST