Video: તારક મહેતા સીરિયલમાં વિરાટ કોહલીનું મજાક, ભિડે માસ્ટરે કહ્યું આવું

મુંબઈ ડેસ્ક | Sep 30, 2019, 16:35 IST

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'માં વિરાટ કોહલીનું મજાક, ભિડે માસ્ટરે કંઇક આવી વાત કરી હતી જેના કારણે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'માં કંઇક એવું થયું જેનાથી વિરાટ કોહલીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શૉના 2828માં એપિસોડમાં વર્લ્ડ કપ હારવા પર વિરાટ કોહલીનો મજાક ઉડાડવામાં આવ્યો.

ટેલીવિઝનના સૌથી પૉપ્યુલર કૉમેડી શૉ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં'માં કંઇક એવું થયું જેના પછી વિરાટ કોહલીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શૉના 2828માં એપિસોડમાં વર્લ્ડ કપ હારવા બાબતે વિરાટ કોહલીની મજાક ઉડાડવામાં આવી હતી. શૉમાં આત્મારામ ભિડેની દીકરી પિતાને પૂછે છે હંમેશા જીતનાર સુકાની કોણ છે. તેના પર 'ભિડે માસ્ટરે' વિરાટ કોહલીનું નામ લીધું.

પોતાના પિતા ભિડે માસ્ટર પાસેથી આવો જવાબ સાંભળીને સોનૂએ કહ્યું કે, "2019 વર્લ્ડ કપ ક્યાં જીત્યો છે..." ભિડે માસ્ટર કહેતા દેખાય છે કે, "હા, વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં તો હારી ગયા હતા આપણે......." જેના પછી ટ્વિટર પર વિરાટ કોહલીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શૉનો આ સીન ઘણો વાયરલ થઈ રહ્યો છે. તો વિરાટ કોહલીના ચાહકો આ સીનથી ખૂબ જ નારાઝ પણ છે તો કેટલાક તેને મજાકમાં લે છે.

જણાવીએ કે સેમી ફાઇનલમાં વિરાટ કોહલી ફક્ત એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પોતાના આ ખરાબ પ્રદર્શનને કારણે તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાની પર્ફોર્મન્સે મેચને રોમાંચક બનાવી દીધી હતી, પણ ટીમ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી શકી નહીં.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

ભારતીય ટીમ 240 રન બીટ ન કરી શકતાં 221 રન પર જ આઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ ઇન્ગલેન્ડ સામે થઈ હતી, જેમાં ઇન્ગ્લેન્ડ ચેમ્પિયન બન્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK