Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સત્યમેવ જયતે 2માં બમણી ઍક્શન અને દેશ ભક્તિ જોવા મળશે : મિલાપ ઝવેરી

સત્યમેવ જયતે 2માં બમણી ઍક્શન અને દેશ ભક્તિ જોવા મળશે : મિલાપ ઝવેરી

02 October, 2019 11:36 AM IST | મુંબઈ

સત્યમેવ જયતે 2માં બમણી ઍક્શન અને દેશ ભક્તિ જોવા મળશે : મિલાપ ઝવેરી

મિલાપ ઝવેરી

મિલાપ ઝવેરી


‘સત્યમેવ જયતે 2’નાં ડિરેક્ટર મિલાપ ઝવેરીનો દાવો છે કે આ ફિલ્મમાં ઍક્શન, ઇમોશન અને દેશ ભક્તિ બમણી જોવા મળવાની છે. આ ફિલ્મમાં જૉન એબ્રાહમ અને દિવ્યા ખોસલા કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મ ‘સત્યમેવ જયતે’ની સીક્વલ છે, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ઓરિજિનલ વિશે જૉન એબ્રાહમે કહ્યું હતું કે ‘મેં ખરા અર્થમાં ઓરિજિનલ ફિલ્મની સ્ટોરીને એન્જૉય કરી હતી. હું એમ કહી શકું છું કે દર્શકો આ સ્ટોરી સાથે પોતાને કનેક્ટ કરી શક્યા હતા. ‘સત્યમેવ જયતે 2’ને બનાવવાનો ઉદ્દેશ એ છે કે અમે લોકોને વર્તમાન સમયની સ્ટોરી દેખાડીને તેમને મનોરંજન પૂરુ પાડવા માગીએ છીએ.’

john



૨૦૨૦ની બીજી ઑક્ટોબરે રિલીઝ થનારી ‘સત્યમેવ જયતે 2’ને ડિરેક્ટ કરનાર મિલાપ ઝવેરીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં બમણી ઍક્શન, ઇમોશન, પાવર અને દેશ ભક્તિ જોવા મળવાની છે. ન્યાય માટે લડતા જૉન એબ્રાહમની સાથે દિવ્યા ખોસલા કુમાર પણ જોવા મળશે. આશા રાખું છું કે આગામી ગાંધી જયંતિએ અમે દર્શકોને પાવરફૂલ મનોરંજન પૂરુ પાડીશું. એમાં પણ ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં સ્ટ્રૉન્ગ મેસેજ આપવામાં આવશે.’


આ પણ વાંચો : દીપિકા પાદુકોણને કેમ ફોન કરવાનું ભુલી ગયો શાહરુખ?

ફરહાન અખ્તર અને જૉન એબ્રાહમની ટક્કર


ફરહાન અખ્તરની ‘તૂફાન’ અને જૉન એબ્રાહમની ‘સત્યમેવ જયતે 2’ની આવતા વર્ષે ટક્કર થવાની છે. આ બન્ને ફિલ્મો ૨૦૨૦ની બીજી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ‘તૂફાન’માં એક બૉક્સરની લાઇફને દેખાડવામાં આવશે. જોકે ‘સત્યમેવ જયતે 2’માં અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવશે. આટલુ જ નહીં વિકી કૌશલની ‘સરદાર ઉધમસિંહ’ અને ટાઇગર શ્રોફની ‘રેમ્બો’ પણ આ જ દિવસે રિલીઝ થવાની છે. એથી એક જ દિવસે એક સાથે ચાર ફિલ્મો બૉક્સ-ઑફિસ પર ટકરાવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

02 October, 2019 11:36 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK