કરણવીર બોહરાએ જીવતા જીવ મારી નાખ્યો કુશલ ટંડનને, માગવી પડી માફી

Updated: Sep 11, 2020, 19:38 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કુશલ પંજાબીની જગ્યાએ કરણવીર બોહરાએ ભુલમાં લખ્યું કુશલ ટંડનનું નામ; કુશલ ટંડને લખ્યું, 'હજુ જીવતો છું હું, મર્યો નથી'

કુશલ ટંડન, કરણવીર બોહરા, કુશલ પંજાબી
કુશલ ટંડન, કરણવીર બોહરા, કુશલ પંજાબી

ટેલિવિઝન અભિનેતા કુશલ પંજાબી (Kushal Punjabi)એ 27 ડિસેમ્બરે 2019ના રોજ ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જેનાથી આખી ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં હતી. તેના મૃત્યુ પછી હવે તેના નજીકના મિત્ર અભિનેતા કરણવીર બોહરા (Karanvir Bohra)એ તેના નામ પર હાલમાં જ મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે એક પહેલ 'કુશલ મંગલ'ની શરૂઆત કરી છે. અભિનેતાએ તેની જાહેરાત સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. પરંતુ તેમાં કુશલ પંજાબીને બદલે કુશલ ટંડન (Kushal Tandon)નું નામ લખી દીધું. આ ભૂલ માટે કરણવીર બોહરાને ટ્રોલ કરવામાં આવ્યો અને કુશલ ટંડને પ્રતિક્રિયા પણ આપી છે.

કરણવીર બોહરાએ કુશલ પંજાબીના નામ પર મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે શરૂ કરેલી પહેલની જાણકારી આપતા ટ્વિટર પર લખ્યું હતું કે, 'હું ઘણો ખુશ છું કે રિના જબરાન અને મેં સુસાઇડ પ્રિવેન્શન ડે પર એક નવી પહેલ શરૂ કરી છે. મેં કુશલ ટંડનને ઘણો પ્રેમ કર્યો.' આ ટ્વીટમાં કુશલ પંજાબીની બદલે કુશલ ટંડને પોતાનું નામ જોઈને ટ્વીટ કર્યું હતું કે, 'હજુ જીવતો છું હું, મર્યો નથી'

કુશલ ટંડનું ટ્વીટ જોયા બાદ કરણવીર બોહરાએ તેની માફી માગી હતી. અભિનેતાએ લખ્યું હતું, 'સોરી, સોરી ભાઈ, આ લખવામાં ભૂલ થઈ ગઈ. હું તને પણ પ્રેમ કરું છું અને આ તું જાણે છે.'

અર્જુન બિજલાનીએ પણ સતત તેને ભૂલ દેખાડતા કહ્યું કે, 'તારો અર્થ હતો કુશલ પંજાબી.' તેના પર કરણવીરે લખ્યું કે, 'કમીનો અર્જુન બિજલાની, કુશલ પંજાબી, બક્ષી દો મને. આ માત્ર ભૂલથી લખાઈ ગયું હતું.'

કરણવીર બોહરાનીની નવી પહેલ 'કુશલ મંગલ'માં સોશ્યલ મીડિયા મારફતે મેન્ટલ હેલ્થ અવેરનેસને વધારવા માટે શરૂ કરી છે. અભિનેતા રોજ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક્સપર્ટ રિના સાથે લાઈવ સેશન રાખશે જેમાં આ વિષય સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK