ગુડ ન્યૂઝ અભિનેત્રી કિયારા અડવાણી ડ્રેસને લઈને થઈ ટ્રોલ, જુઓ તસવીરો

Published: Dec 04, 2019, 20:44 IST | Mumbai Desk

ડાઇટ સાબ્યાને લાગે છે કે કિયારા અડવાણીનો ડ્રેસ સ્ટિકી નોટ્સ જેવો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડાઇટ સાબ્યાની પોસ્ચમાં આની તુલના કરવામાં આવી છે.

તાજેતરમાં થયેલા ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઇલ એવૉર્ડ્સમાં બોલીવુડ સેલેબ્સે પોતાના બેસ્ટ કૉસ્ચ્યૂમ અને ગ્લેમરસ અંદાજમાં દેખાયા પણ કિયારા અડવાણીનો ડ્રેસ કેટલાક લોકોને પસંદ આવ્યો નથી અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડાઇટ સાબ્યાએ તેના આ આઉટફિટનો મજાક ઉડાડ્યો છે. ડાઇટ સાબ્યાને લાગે છે કે કિયારા અડવાણીનો ડ્રેસ સ્ટિકી નોટ્સ જેવો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડાઇટ સાબ્યાની પોસ્ચમાં આની તુલના કરવામાં આવી છે.

તાજેતરમાં જ થયેલા ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઇલ એવૉર્ડ્સમાં બોલીવુડ સેલેબ્સ શાનદાર અંદાજમાં દેખાયા અને તે સુંદર અને ગ્લેમરસ દેખાતા હતા પણ કિયારા અડવાણીની ડ્રેસ લોકોને પસંદ આવી નહીં. કિયારા અડવાણીએ એક મરમેડ યેલો ગાઉનમાં દેખાઇ, જેમાં એક જ શેડના કપડાના નાના-નાના ટુરડાં હતા. ડાઇટ સાબ્યાએ પોતાની પોસ્ટમાં આ વાતનું ઉદાહરણ આપતાં કિયારાના ડ્રેસની તુલના સ્ટિકી નોટ્સ સાથે કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani) onDec 3, 2019 at 10:37am PST

ડાઇટ સાબ્યાએ એક પોસ્ટમાં લેફ્ટ સાઇડ કિયારાની તસવીર અને જમણી બાજુ એક સ્ટિકી નોટ શૅર કરતાં પોસ્ટ કર્યું, "જસ્ટ ફૉર લોલ્સ, કિયારા અડવાણીનું ગાઉન આપણને સ્ટિકી નોટ જેવું લાગી રહ્યું છે."

 
 
 
View this post on Instagram

Just for LOLs, @kiaraaliaadvani’s gown reminded us of sticky notes 😅😂😜 . #dietmeme #fashionmeme #meme #lols #dietsabya

A post shared by Diet Sabya (@dietsabya) onDec 3, 2019 at 11:42pm PST

કેટલાક અઠવાડિયા પહેલા કબીર સિંહના પ્રચાર દરમિયાન એક અન્ય ડ્રેસની નકલ કરી પહેરવા માટે ડાઇટ સાબ્યા દ્વારા ટ્રેલ કરવામાં આવી હતી. કિયારાને હૉટ સ્ટેપર ઑફ ધ યર પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવી.

એવું લાગે છે કે કબીર સિંહ એક્ટ્રેસ ડાઇટ સાબ્યા દ્વારા લેવામાં આવેલા આ પૉટશૉટને વણજોયું કરી આનંદ માણશે. બૉક્સ ઑફિસ પર કબીર સિંહની જબરજસ્ત સફળતા પછી કિયારા હવે પોતાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રચારમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : આટલી ખૂબસૂરત છે બિગ બૉસ 13ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી Madhurima Tuli, જુઓ તસવીરો

આ ફિલ્મમાં તેના સિવાય અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજીત દોસાંઝની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ IVF દ્વારા માતા બનવાની પૃષ્ઠભૂ પર આધારિત છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK