સોની ટીવીના શો ‘કૌન બનેગા કરોડપતિ’માં આજે કર્મવીર તરીકે કચ્છના અંજાર તાલુકાના ભાદ્રોઈ ગામનાં પબીબહેન રબારી આવશે. પબીબહેનને સાથ અનુપમ ખેર આપશે. પબીબહેન પહેલાં એવાં મહિલા છે જેમની પાસે પૂરતું અક્ષરજ્ઞાન ન હોવા છતાં તેમણે ટેક્નૉલૉજીને સમજવાનું અને એનો ઉપયોગ કરીને કચ્છી હસ્તકળાને પ્રમોટ કરવાનું કામ વેબસાઇટ અને સોશ્યલ મીડિયા થકી કર્યું અને આ કામમાં કચ્છી મહિલાઓને પણ એકત્રિત કરી તેમને સ્વનિર્ભર અભિયાનમાં જોડી. પબીબહેનનું નામ બૉલીવુડ માટે જરાય અજાણ્યું નથી. ફરહાન અખ્તરની ફિલ્મ ‘લક બાય ચાન્સ’માં ફરહાને કચ્છી ભરતકામનું જે પહેરણ પહેર્યું હતું એ પબીબહેને તૈયાર કર્યું હતું તો પબીબહને વીસરાતી જતી હસ્તકલા એવી ‘હરી જરી’નો ઉપયોગ કરીને યશરાજ ફિલ્મ્સની ‘સૂઇ ધાગા’ ફિલ્મનો લોગો બનાવ્યો હતો.
ભારત સરકારે પણ પબીબહેનને અનેક ઇન્ટરનૅશનલ ફેરમાં ભારતના રિપ્રેઝન્ટેશન માટે મોકલ્યાં છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર જ પબીબહેને અમિતાભ બચ્ચન અને તેમની ફૅમિલી માટે પોતાના હાથે તૈયાર કરેલી એમ્બ્રૉઇડરીની આઇટમ પણ ગિફ્ટ આપી હતી. પબીબહેન પોતાની જીતની રકમ કચ્છી હસ્તકળા અને એની સાથે જોડાયેલી મહિલાઓના વિકાસ માટે વાપરશે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST