Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgameની ચાઈનામાં ધૂમ માત્ર 24 કલાકમાં આટલા કરોડની કમાણી

Avengers Endgameની ચાઈનામાં ધૂમ માત્ર 24 કલાકમાં આટલા કરોડની કમાણી

25 April, 2019 09:57 PM IST |

Avengers Endgameની ચાઈનામાં ધૂમ માત્ર 24 કલાકમાં આટલા કરોડની કમાણી

ચાઈનામાં ફિલ્મે મચાવી ધૂમ

ચાઈનામાં ફિલ્મે મચાવી ધૂમ


ભારતના બોક્સ ઓફિસ પર એવેન્જર્સ એન્ડગેમની રાહ જોવાઈ રહી છે ત્યારે ચીનમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ભારે કમાણી કરી રહી છે. એન્ડગેમે ચાઈનામાં રિલીઝના પહેલા જ દિવસે 77 મિલિયન ડોલરની કમાણી એટલે કે 545 થી પણ વધુ કરોડની કમાણી કરી છે. એન્ડગેમે ચીનમાં પહેલા જ પેડ પ્રીવ્યુના રુપે 193ની કમાણી કરી હતી. આમ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે 700 કરોડથી પણ વધારેની કમાણી કરી છે.

ચીનમાં 1 દિવસમાં 700 કરોડ કમાણી



એવેન્જર્સ એન્ડગેમની રાહ છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. ચીનમાં ફિલ્મે પહેલા દિવસે 77.96 મિલિયન ડોલર એટલે કે 545 કરોડ 54 લાખ રુપિયાની ધૂમ કમાણી કરી છે. પેડ પ્રિવ્યુ સાથે મળીને ફિલ્મે કુલ 106.19 મિલિયન ડોલર એટલે કે 743 કરોડ 78 લાખ રુપિયાની કમાણી પોતાના નામે કરી છે.


 

આ પણ વાંચો: Avengers Endgame : વિશ્વભરમાં રાહ જોવાતી ફિલ્મ થઇ લીક


 

ભારતમાં બધા જ રેકોર્ડ તુટવાની સંભાવના

વર્ષ 2018માં આવેલી એવેન્જર્સ ઈનફિનિટી વૉર અને અત્યાર સુધીની સૌથી વધુ પ્રિ-સેલ કલેક્શન કરનારી ફિલ્મ મોન્સ્ટર હંટ 2ની કમાણી 60 મિલિયન ડોલર કરતા પણ વધારે કમાણી કરી છે. માનવમાં આવી રહ્યું છે કે એવેન્જર્સ એન્ડગેમ ભારતમાં આ વર્ષના બધા જ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ફિલ્મના રોમાંચને જોતા પહેલાથી જ ફિલ્મનું બુકિંગ ફૂલ થઈ રહ્યું છે જેના કારણે પ્રિ-બુકિંગના તમામ રેકોર્ડ પોતાના નામે કરવા તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 09:57 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK