૩૦ સેકન્ડની ઍડના ઑડિશન માટે ૧૦ કલાક લાઇનમાં...

Published: Jun 02, 2020, 22:07 IST | Mumbai Correspondence | Ahmedabad

કલર્સ ટીવીની ધારાવાહિક પવિત્ર ભાગ્યના મુખ્ય પાત્ર રેયાંશ ખુરાના તરીકે જોવા મળતો કુણાલ જયસિંહ યાદ કરે છે સ્ટ્રગલનો સમય

કુનાલ જયસિંહ
કુનાલ જયસિંહ

‘ધ બડી પ્રોજેક્ટ’, ‘ઇશ્કબાઝ’, ‘સિલસિલા બદલતે રિશ્તોં કા’ જેવા ટીવી-શોથી જાણીતા બનેલા અને હાલમાં કલર્સ ટીવી પર ચાલી રહેલી ‘પવિત્ર ભાગ્ય’ સિરિયલમાં રેયાંશ ખુરાનાનો લીડ રોલ ભજવનારા કુણાલ જયસિંહને ‘રોમૅન્ટિક ઍક્ટર’ કહેવાય છે. લૉકડાઉનમાં આ અભિનેતા ફૅમિલી સાથે બૉન્ડિંગ કરી રહ્યો છે અને ઘરનું હેલ્ધી ભોજન જમી રહ્યો છે. કુણાલનું માનવું છે કે આ સમય નવી વસ્તુ શીખવાનો છે. ‘જો તમને ઘરે કંટાળો આવે તો તમે નવું સૉફ્ટવેર, ભાષા કે ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા ઉપરાંત રાઇટિંગ કે રીડિંગ પણ કરી શકો. મેં લૉકડાઉન દરમ્યાન મારી જાતને એક્સ્પ્લોર કરી છે.’ કુણાલ જયસિંહે જ્યારે તે ફક્ત ૩૦ સેકન્ડની ઍડ્વર્ટાઇઝ માટે ૧૦ કલાક ઑડિશનની 

લાઇનમાં ઊભો રહેતો એ સ્ટ્રગલના દિવસો પણ યાદ કર્યા હતા. કુણાલે કહ્યું કે ‘મારું લક્ષ્ય ફક્ત એક ઍક્ટિંગ કરવાનું અને સેટ પરનો અનુભવ લેવાનું હતું અને હું નસીબદાર છું કે મારું સપનું સાકાર થયું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK