જબ હૅરી મૅટ સેજલ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો ઇમ્તિયાઝને

Published: Jul 22, 2019, 10:22 IST

ઇમ્તિયાઝ અલીને ‘જબ હૅરી મૅટ સેજલ’ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લિઝબન, સિન્ટ્રા અને કેસકાઇસમાં કરવામાં આવ્યું હતું.

ઈમ્તિયાઝ અલીનું થયું સન્માન
ઈમ્તિયાઝ અલીનું થયું સન્માન

ઇમ્તિયાઝ અલીને ‘જબ હૅરી મૅટ સેજલ’ માટે પોર્ટુગીઝની સરકારે સન્માનિત કર્યો છે. આ ફિલ્મનું શૂટિંગ લિઝબન, સિન્ટ્રા અને કેસકાઇસમાં કરવામાં આવ્યું હતું. શાહરુખ ખાન અને અનુષ્કા શર્માની આ ફિલ્મે ભારતીય દર્શકોને વધુ આકર્ષિત નહોતાં કર્યા. જોકે પોર્ટુગીઝની સરકારે ફિલ્મનાં લોકેશનની નોંધ લીધી હતી અને તેમનાં દેશનાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઇમ્તિયાઝ અલીને મૅડલ ઑફ મેરિટથી નવાજ્યો હતો. આ અવૉર્ડ સેરેમનીમાં પોર્ટુગલની ભારતીય ઍમ્બૅસૅડર કે. નલિની સિંગલા હાજર હતાં. આ ઇવેન્ટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઇમ્તિયાઝે કૅપ્શન આપી હતી કે ‘પોર્ટુગલમાં આવવુ અને અહીંના સારા લોકો સાથે શૂટ કરવુ મારા માટે એક ખુશી વાત છે. આ મૅડલ માટે, મને મળેલા આવકાર માટે અને આ ઓળખ માટે હું મિનીસ્ટ્રી ઑફ ઇકોનોમી અને મિનીસ્ટ્રી ઑફ ટૂરિઝમ અને સિનેમેટનો ખૂબ આભારી છું. ફરીથી અહીં આવીને શૂટ કરવા માટે હું ઉત્સુક છું.’

આ પણ વાંચોઃ વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

Loading...
 

સંબંધિત સમાચાર

     
    Loading...
    Loading...
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK