ઇમરાન ખાનના સાળાને પણ ચમકવું છે ફિલ્મોમાં
વેદાંતે ઍક્ટિંગનો કોર્સ કર્યો છે અને ઇમરાન તથા કરીના કપૂર અભિનિત ‘એક મૈં ઔર એક તૂ’ના સેટ પર અસિસ્ટન્ટની જવાબદારી પણ નિભાવી છે. હાલમાં વેદાંતને એક ફિલ્મની ઑફર મળી છે અને ખબર પડી કે તેની માતા વંદના મલિકે આ ફિલ્મ કરવા માટે લીલી ઝંડી પણ આપી દીધી છે.