જોકે આ સફળતા સાથે પણ તે જમીન સાથે જ જકડાયેલો રહ્યો છે અને એનું ઉદાહરણ તેણે આપી દીધું છે. આ વર્ષની શરૂઆતમાં અવસાન પામેલા ડિરેક્ટર શમીમ દેસાઈની ફિલ્મ ‘રફ્તાર ૨૪*૭’ને પૂરી કરવા માટે તેણે પોતાનાથી બનતા પ્રયાસો શરૂ કરી દીધા છે.
ઇલેક્ટ્રૉનિક મિડિયામાં ચાલતા શીતયુદ્ધ અને હરીફાઈ પરની આ ફિલ્મનું ઘણું શૂટિંગ બાકી છે અને એ ઉપરાંત ફિલ્મનાં તમામ ગીતો પણ હજી શૂટ કરવાનાં બાકી છે. શમીમ દેસાઈના મૃત્યુ પછી આ ફિલ્મ ક્યારે અને કઈ રીતે પૂરી થશે એ વિશે ઘણી અસમંજસ હતી. આ ઉપરાંત ઇમરાન તેની એક પછી બીજી ફિલ્મોનાં શૂટિંગ કે પ્રમોશનમાં વ્યસ્ત હતો. જોકે પ્રોડ્યુસર પર્સેપ્ટ પિક્ચર કંપનીએ ઇમરાનને ફિલ્મ પૂરી કરવા માટે તે ક્યારે સમય આપી
શકશે એ વિશે પૂછ્યું હતું. ઇમરાન મહેશ-મુકેશ ભટ્ટના પ્રોડક્શન હેઠળની ‘જન્નત ૨’માં અત્યારે કામ કરી રહ્યો છે. જોકે એમાંથી સમય કાઢીને તેણે પાંચ ગીતોના શૂટિંગ માટે પોતાની તારીખો આપી દીધી છે.
હવે ‘પ્લે’ નામે બનનારી આ ફિલ્મના પ્રોડ્યુસરોને લાગે છે કે ઇમરાનનું અત્યારનું સ્ટાર-સ્ટેટસ જોઈને ફિલ્મ બને એટલી વહેલી પૂરી કરીને રિલીઝ કરવી જોઈએ અને તેમણે સંગીતકાર પ્રીતમને પણ ગીતો રેકૉર્ડ કરવાનું કહી દીધું હતું.
પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા શૈલેન્દ્ર સિંહ કહે છે, ‘ઇમરાન ઘણો વ્યસ્ત અને સફળ સ્ટાર છે. શમીમની વાઇફ અને તેનાં બાળકો તથા શમીમના પોતાના સપનાને પૂરું કરવા માટે ઇમરાને પણ જવાબદારી લઈ લીધી હોય એવું લાગી રહ્યું છે. એ તો જાણીતી વાત છે કે ઇમરાન અને પ્રીતમનું સંગીત કેટલું હિટ હોય છે અને એને કારણે જ શમીમના કુટુંબને ફિલ્મની સફળતાથી ફાયદો થાય એવો અમારા બધાનો આશય છે.’
પાકિસ્તાનના સંસદમાં વિશ્વાસનો મત જીત્યા પીએમ ઇમરાન ખાન
7th March, 2021 09:27 ISTTotal Timepaas: ટ્રેઇનિંગ લઈ રહી છે કંગના, અજમેરમાં જોવા મળી એકતા
6th March, 2021 14:38 ISTઆજે વિશ્વાસનો મત જીતશે ઇમરાન ખાન?
6th March, 2021 13:21 ISTડ્રગ્સ મામલામાં ચાર્જશીટ દાખલ કરવા માટે એનસીબી લાવી બે પેટી ભરીને ડૉક્યુમેન્ટ્સ
6th March, 2021 10:02 IST