Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહે આયુષ્માન ખુરાનાને કરી કિસ, વાઈરલ થયો વીડિયો

રણવીર સિંહે આયુષ્માન ખુરાનાને કરી કિસ, વાઈરલ થયો વીડિયો

19 September, 2019 05:35 PM IST | મુંબઈ

રણવીર સિંહે આયુષ્માન ખુરાનાને કરી કિસ, વાઈરલ થયો વીડિયો

રણવીર સિંહે આયુષ્માન ખુરાનાને કરી કિસ, વાઈરલ થયો વીડિયો


ફિલ્મ અભિનેતા રણવીરસિંહને આઈફા એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. મુંબઈમાં બુધવારે રાત્રે યોજાયેલી એવોર્ડ નાઈટમાં રણવીર સિંહને પદ્માવત માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હવે. હવે આ એવોર્ડમાંથી જ એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેના કારણે રણવીરસિંહ ખૂબ ચર્ચામાં છે. આઈફા એવોર્ડના આ વાઈરલ થયેલા વીડિયોમાં રણવીર સિંહ આયુષ્માન ખુરાનાને કિસ કરતા દેખાઈ રહ્યા છે.

એટલું જ નહીં રણવીરસિંહે એવોર્ડ ફંક્શન દરમિયાન આયુષ્માન ખુરાનાની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા. અને આયુષ્માનની બલઈયાં પણ લીધી છે. આ વીડિયો સિંગર હર્ષદીપ કૌરે શૅર કર્યો છે. જેમાં રણવીરસિંહ આયુષ્માન ખુરાનાને કિસ કરતા અને બલઈયાં લેતા દેખાઈ રહ્યા છે.




આ ઉપરાંત બંને સ્ટાર્સ સ્ટેજ પર એકબીજાને હગ પણ કરી રહ્યા છે. આ વીડિયોમાં રણવીર સિંહ આયુષ્માન ખુરાનાના વખાણ કરતા દેખાય છે. આ વીડિયોમાં રણવીર અને આયુષ્માન ઉપરાંત અપાર શક્તિ ખુરાના પણ દેખાઈ રહ્યા છે.


રણવીર સિંહે આયુષ્માન ખુરાનાના વખાણ કરતા કહ્યું,'આયુષ્માન ખુરાના અદભૂત કલાકાર છે. આ ઉપરાંત તે પોતાની એક્ટિંગથી લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આયુષ્માન ખુરાના સાથે ખૂબ જ સારુ લાગુ કહી રહ્યું છે. તમે હિન્દી સિનેમા માટે ગિફ્ટ સમાન છો. જે એક બાદ એક ગિફ્ટ આપી રહ્યા છે. મારા માટે આજે કોઈનો દિસવ છે, તો તે આયુષ્માનનો છે.

ઉલ્લેખનીય છે કે આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધૂનને પણ ઘણા એવોર્ડ મળ્યા છે. તો રણવીર સિંહને પદ્માવત માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો. આ એવોર્ડમાં આલિયા ભટ્ટને ફિલ્મ રાઝી માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરાઈ. ફિલ્મ રાઝીને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2019 05:35 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK