Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IIFA અવૉર્ડ્સમાં મહેશ માંજરેકરની દીકરી સઈને ઇન્ટ્રોડ્યુસ કરી સલમાને

IIFA અવૉર્ડ્સમાં મહેશ માંજરેકરની દીકરી સઈને ઇન્ટ્રોડ્યુસ કરી સલમાને

20 September, 2019 12:03 PM IST | મુંબઈ

IIFA અવૉર્ડ્સમાં મહેશ માંજરેકરની દીકરી સઈને ઇન્ટ્રોડ્યુસ કરી સલમાને

સઈ માંજરેકર અને સલમાન ખાન

સઈ માંજરેકર અને સલમાન ખાન


મુંબઈમાં યોજવામાં આવેલા IIFA (ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી) અવૉર્ડમાં સલમાન ખાને મહેશ માંજરેકરની દીકરી સઈની લોકો સાથે ઓળખ કરાવી હતી. ‘દબંગ 3’ દ્વારા સઈ બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. સોનાક્ષી સિંહાને પણ બૉલીવુડમાં લાવવાનો શ્રેય સલમાનને જાય છે. તેણે પણ ‘દબંગ’ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. સલમાન હંમેશાંથી ટૅલન્ટેડ લોકોને પ્લૅટફૉર્મ આપે છે. આ ઇવેન્ટમાં સઈને ઇન્ટ્રોડ્યુસ કરાવતી વેળાએ સલમાને કહ્યું હતું કે ‘આ ખૂબ જ વિચિત્ર બાબત છે કે ઘણાં વર્ષો પહેલા IIFAમાં સોનાક્ષી સિંહાને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી અને હવે આનો વારો છે.’

આ પણ વાંચો : પ્રિયંકાને બદલે આલિયા બનશે ગંગુબાઈ?



સલમાન ખાન : ચોક્કસ ઈદમાં ફિલ્મ લઈને આવીશ


સલમાન ખાને જણાવ્યું હતું કે તે ઈદ દરમ્યાન નક્કી ફિલ્મ લઈને આવશે. સંજય લીલા ભણસાલી સાથેની ‘ઇન્શાલ્લાહ’ ૨૦૨૦ની ઈદ વખતે રિલીઝ થવાની હતી. જોકે આ ફિલ્મને હાલમાં બંધ કરવામાં આવી છે. સલમાન ‘દબંગ 3’માં વ્યસ્ત છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની છે. જોકે ઈદ દરમ્યાન કોઈ ફિલ્મ રિલીઝ થશે કે નહીં એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. એનો જવાબ આપતાં સલમાને કહ્યું હતું કે ‘ઈદ દરમ્યાન તો નક્કી ફિલ્મ લઈને આવશું. પહેલાં તો ‘દબંગ 3’ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ત્યાર બાદ ઈદમાં પણ અમે ફિલ્મ લાવીશુ.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2019 12:03 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK