વીના મલિકને કેવી મળી થોડી રાહત?

Published: 9th December, 2011 08:05 IST

ભારતીય મૅગેઝિનમાં તેના ન્યુડ ફોટોગ્રાફ માટે પાકિસ્તાનમાં થયેલી અશ્લીલતા અને દેશદ્રોહનો ચાર્જ લગાવવાની અરજી રદ 

પાકિસ્તાની મૉડલ-કમ-ઍક્ટ્રેસ વીના મલિકે ભારતીય મૅગેઝિન ‘એફએચએમ’ (ફૉર હિમ મૅગેઝિન) ઇન્ડિયા માટે પડાવેલી નગ્ન તસવીરો સામે પાકિસ્તાનની ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં અશ્લીલતા, પાકિસ્તાનની બદનામી અને દેશદ્રોહનો ચાર્જ લગાવવા માટે બુધવારે અરજી કરવામાં આવી હતી. આ ઉપરાંત અરજીમાં તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવાની પણ માગણી કરવામાં આવી હતી. જોકે કોર્ટે આ અરજી રદ કરી છે અને કહ્યું હતું કે વીના મલિકની આ તસવીરો કોઈ બીજા દેશના મૅગેઝિનમાં આવી છે અને એ કારણે તેઓ કોઈ લીગલ ઍક્શન ન લઈ શકે.

વીના મલિકે ‘એફએચએમ’ના ડિસેમ્બરના ઇશ્યુમાં કવર-પેજ માટે સંપૂર્ણ નગ્ન તસવીર પડાવી છે. આ ઉપરાંત તેણે પોતાના હાથ પર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)નું ટૅટૂ પણ કરાવ્યું છે. આ કારણે જ ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં તેનો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે વીનાએ પહેલાંથી જ એ કહી રાખ્યું હતું કે આ ફોટોગ્રાફ તેના નથી અને કમ્પ્યુટરાઇઝ્ડ ટેક્નિકની મદદથી તેનો ચહેરો મૂકવામાં આવ્યો છે. જોકે પાકિસ્તાનમાં તેની વિરુદ્ધ સલીમુલ્લા ખાન નામના વકીલ દ્વારા આ કેસ કરવામાં આવ્યો હતો. ઇસ્લામાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ મુહમ્મદ અનવર કાસીએ ગઈ કાલે આ કેસની સુનાવણી રાખી હતી. અરજી કરનારા માને છે કે વીનાની આ તસવીર પાકિસ્તાનના લોકો માટે શરમજનક કહેવાય. જોકે હવે આ અરજી રદ થતાં વીનાને થોડી રાહત થશે.

મેં ટૉપલેસ તસવીર પડાવી હતી, નગ્ન નહીં

વીના મલિકે અત્યાર સુધી એમ જ જાળવી રાખ્યું હતું કે તેની કવર-પેજની તસવીરમાં ચેડાં કરવામાં આવ્યાં છે. જોકે એક ઇન્ટરનૅશનલ ચૅનલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેણે ટૉપલેસ તસવીર પડાવી હતી, પણ નગ્ન તસવીર નહોતી પડાવી. આ ઉપરાંત હાથમાં આઇએસઆઇનું ટૅટૂ કરાવવાનો આઇડિયા પણ ‘એફએચએમ’ ઇન્ડિયાના એડિટરનો હતો.

વીનાના દસ કરોડ સામે ‘એફએચએમ’ના પચીસ કરોડ

ગઈ કાલે ‘એફએચએમ’ ઇન્ડિયાએ વીનાની નોટિસનો અગિયાર પાનાંનો જવાબ મોકલ્યો હતો અને વીનાએ એના પર ફોટોગ્રાફ સાથે ચેડાં કરીને મૂકવા બદલના ખોટા આરોપ માટે પચીસ કરોડ રૂપિયાનો કેસ કરવાની ધમકી આપી છે. આ ઉપરાંત એણે વીનાને જાહેરમાં માફી માગવાનું પણ કહ્યું છે અને તો જ એ કેસ નહીં કરે.

આરોપ-પ્રત્યારોપની કન્ટ્રોવર્સી

‘એફએચએમ’ (ફૉર હિમ મૅગેઝિન) ઇન્ડિયાના આ મહિનાના અંકમાં વીના મલિકની સંપૂર્ણ નગ્ન તસવીર છાપવામાં આવી હતી. જોકે વીનાએ કહ્યું હતું કે આ તસવીર તેણે પડાવી નથી અને એ કારણે જ તેણે આ મૅગેઝિન પર દસ કરોડ રૂપિયાનો કેસ સોમવારે કર્યો હતો.

જોકે ‘એફએચએમ’ ઇન્ડિયાના કહેવા મુજબ એની પાસે પૂરતા પુરાવા છે કે તસવીર વીના મલિકે જ પડાવી છે અને આ ઉપરાંત એણે એમ પણ કહ્યું હતું કે વીના પોતાના આ ફોટોશૂટ વખતે ઘણી કમ્ફર્ટેબલ હતી અને તેણે મજાક પણ કરી હતી. આ વિડિયો એની પાસે છે.

આ ઉપરાંત એણે વીનાનો એક અલગ ફોટોગ્રાફ પણ જાહેર કયોર્ હતો, જેને પહેલાં કવર-પેજની તસવીર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં તે હાથમાં ગ્રૅનેડ પકડેલી જોવા મળી હતી. જોકે એમાં અશ્લીલતા પણ વધુ હોવાને કારણે તસવીર બદલવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK