Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કોમેડી માણવી હોય તો પહોંચો પારિતોષ ત્રિપાઠીના સોશ્યલ મીડિયા પેજ પર

કોમેડી માણવી હોય તો પહોંચો પારિતોષ ત્રિપાઠીના સોશ્યલ મીડિયા પેજ પર

30 March, 2020 05:17 PM IST | Mumbai Desk

કોમેડી માણવી હોય તો પહોંચો પારિતોષ ત્રિપાઠીના સોશ્યલ મીડિયા પેજ પર

પારિતોષ ત્રિપાઠી

પારિતોષ ત્રિપાઠી


અનેક શૉનો હોસ્ટ રહી ચુકેલો અને જાણીતો સ્ટેન્ડ-અપ કોમેડિયન પારિતોષ ત્રિપાઠી અત્યારે ક્વૉરન્ટીન દરમ્યાન પોતાના ઘરમાં એકલો છે. જોકે આવા સમયે આરામ કરવાને બદલે પારિતોષે ઘર બેઠાં લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યુ અને તેણે પોતાના સોશ્યલ મીડિયાના અકાઉન્ટ પર કોમેડી વીડિયોથી માંડીને લાઇવ કરીને સૌ કોઈને મજા કરાવવાનું ચાલુ કરી દીધું. પારિતોષ કહે છે ‘આ સંકટનો સમય છે. દરેક પોતપોતાની રીતે દેશસેવાનું કામ કરે છે. મને કોમેડી આવડે છે, લોકોને હસાવતાં, ખુશ કરતાં આવડે છે. હું એ કામ કરું છું.’ 

પારિતોષ ત્રિપાઠી પાસે ઓપ્શન હતો કે એ આ રજાઓમાં પોતાના પરિવાર પાસે ચાલ્યો જાય પણ એણે એવું કરવાને બદલે પોતાના ફેન્સ અને ટીવીના ઓડિયન્સને ધ્યાનમાં રાખીને મુંબઈમાં રહેવાનું રાખ્યું અને મુંબઈમાં એકલાં રહીને તેણે સૌ કોઈને કોમેડી પીરસવાનું ચાલુ કર્યુ.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2020 05:17 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK