Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તક મળે તો ટીવી-કલાકાર પણ કરી શકે છે ધમાકો

તક મળે તો ટીવી-કલાકાર પણ કરી શકે છે ધમાકો

21 January, 2021 08:06 PM IST | Ahmedabad
Mumbai correspondent

તક મળે તો ટીવી-કલાકાર પણ કરી શકે છે ધમાકો

તક મળે તો ટીવી-કલાકાર પણ કરી શકે છે ધમાકો

તક મળે તો ટીવી-કલાકાર પણ કરી શકે છે ધમાકો


‘અસુર’ અને ‘હલાહલ’ બાદ બરુણ સોબતીની આ વર્ષની ત્રીજી વેબ-સિરીઝ ‘ધ મિસિંગ સ્ટોન’ તાજેતરમાં એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ છે. ઉલ્લેખનીય છે કે ‘અસુર’ બાદ બરુણ સોબતીની લોકપ્રિયતામાં વધારો થયો છે અને એ પછી બરુણને સારી ક્રીએટિવ સ્ક્રિપ્ટ પણ ઑફર થઈ રહી છે. બરુણ કહે છે એમ, ‘મનોરંજન ઉદ્યોગમાં ટૅલન્ટ ઓળખે એવા લોકો જૂજ છે. જ્યારે દર્શકો તમારા માટે તાળી પાડે ને વાહવાહી કરે ત્યારે જ નિર્માતાઓ આકર્ષાય છે. લોકોએ ‘અસુર’ને એટલો આવકાર આપ્યો છે કે હવે ઘણા બધા લોકો મારી સાથે કામ કરવા ઇચ્છે છે, ક્રીએટિવિટીનું લેવલ વધી ગયું છે અને મને સારી સ્ક્રિપ્ટ પણ આવી રહી છે. એક ટીવી-કલાકાર પણ તક મળે તો ધમાકો કરી શકે છે.’
ટીવી, ફિલ્મો અને હવે વેબ-સિરીઝ એમ ત્રણેય પ્લૅટફૉર્મનો અનુભવ ધરાવનાર બરુણે ટીવીના કન્ટેન્ટના મામલે રસપ્રદ વાત કરી છે. તેનું કહેવું છે કે ટીવી-સિરિયલના રાઇટર્સ ગમે એટલા સારા હોય, પણ દરરોજ નવું ક્રીએટિવ કરવું મુશ્કેલ બની જાય છે એટલે જ ડિજિટલ પ્લૅટફૉર્મ પર દરેક ક્ષેત્રમાં મોકળાશ મળે છે. કોઈ પણ શોમાં કન્ટેન્ટ બહુ મહત્ત્વનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 08:06 PM IST | Ahmedabad | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK