Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લક્ષ્મણની ઇચ્છા, જો બૉલીવુડમાં બને રામાયણ, તો આ હોવા જોઇએ એક્ટર્સ

લક્ષ્મણની ઇચ્છા, જો બૉલીવુડમાં બને રામાયણ, તો આ હોવા જોઇએ એક્ટર્સ

23 April, 2020 12:18 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લક્ષ્મણની ઇચ્છા, જો બૉલીવુડમાં બને રામાયણ, તો આ હોવા જોઇએ એક્ટર્સ

સુનીલ લહરી

સુનીલ લહરી


લૉકડાઉન દરમિયાન લોકોના મનોરંજન માટે ડીડી નેશનલ પર ફરીથી રામાનંદ સાગરની પ્રસિદ્ધ સીરિયલ રામાયણનું પુન:પ્રસારણ શરૂ થઈ ગયું છે. સાથે જ આ સીરિયલના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. હાલ આ સીરિયલના બધા સ્ટાર્સ ઘણા ફૅમસ થઈ રહ્યા છે. ટીવી પર રામના નાના ભાઈ લક્ષ્મણનો રોલ ભજવનારા સુનીલ લહરીએ ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે બૉલીવુડમાં જો રામાયણ બને તો તેઓ રામ, સીતા, રાવણ અને હનુમાનના રોલમાં આ સ્ટાર્સને જોવા ઈચ્છે છે.

hrithik-ajay



હ્રિતિક રોશન અને અજય દેવગન


રામાયણમાં સુનીલ લહરીને લક્ષ્મણના રૂપમાં ફૅન્સનો ઘણો પ્રેમ મળ્યો. જ્યા તેમણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો બૉલીવુડ સ્ટાર્સ રામાયણ કરે છેતો કયા પાત્રમાં કોણ ફિટ થઈ શકે છે. સુનીલનું કહેવું છે કે 'જો કોઈ પણ સિનેમાજગતથી જોડાયેલા સ્ટાર્સ આ કરે છે તો એના માટે સૌથી જરૂરી છે કે તેઓ પોતાના સ્ટારવાળી છબિને તોડી દે' જો આવું નહીં થાય તો ફૅન્સ એની સાથે જોડાયેલા નહીં રહે.

deepu


આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ

સુનીલે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'રામાનંદ સાગરની રામાયણમાં બધા નવા કલાકાર હતા. કોઈ વધારે લોકપ્રિય નહીં હતી. એટલે જ્યારે લોકોએ અમને જોયા તો તેઓ પાત્રો સાથે સરળતાથી જોડાઈ ગયા.' સુનીલ લહરીએ કહ્યું કે રામનો રોલ અજય દેવગન સારી રીતે કરી શકે છે. એમના ચહેરા પર વિરામ છે જે આ ભૂમિકાની માંગ છે. જ્યાં લક્ષ્મણના રોલ માટે હ્રિતિક રોશનનુ નામ લીધું છે.

જ્યારે સુનીલ લહરીથી રાવણ અને હનુમાનનું પાત્ર કોણ કરી શકે છે એવું પૂછવામાં આવ્યું તો એમણે કોઈનું નામ લેવાની ના પાડી. અભિનેતાએ કહ્યું - રાવણના પાત્ર માટે અરવિંદ ત્રિવેદી સિવાય અમરીશ પુરી કરી શકતા હતા પરંતુ હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. સીતા માતાના રોલ માટે પહેલા તો સુનીલને કોઈ નામ યાદ નહીં આવ્યું પરંતુ બાદ એમણે સીતા માતાના રોલ માટે દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનું નામ લીધું.

આ પણ જુઓ : Deepika Chikhalia: 'રામાયણ'ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે છે, જુઓ તસવીરો

સુનીલ લહરી પહેલા સીતાનો રોલ ભજવનારી દીપિકા ચિખલિયાએ રામ, સીતા અને રાવણનું પાત્ર બૉલીવુડમાં કોઈ ભજવી શકે છે એના વિશે જણાવ્યું હતું. દીપિકાએ એક ઈન્ટરવ્યૂમાં રામ માટે હ્રિતિક રોશન, સીતા માટે આલિયા ભટ્ટ અને રાવણ માટે અજય દેવગનનું નામ લીધું હતું.

Whatsapp-channel Whatsapp-channel

23 April, 2020 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK