Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મો તો વર્ષે બે-ત્રણ થાય, ટીવી તો રોજ જોવાય : હુમા કુરેશી

ફિલ્મો તો વર્ષે બે-ત્રણ થાય, ટીવી તો રોજ જોવાય : હુમા કુરેશી

02 March, 2015 06:24 AM IST |

ફિલ્મો તો વર્ષે બે-ત્રણ થાય, ટીવી તો રોજ જોવાય : હુમા કુરેશી

ફિલ્મો તો વર્ષે બે-ત્રણ થાય, ટીવી તો રોજ જોવાય : હુમા કુરેશી



huma qureshi


‘ગૅન્ગ ઑફ વાસેપુર’, ‘એક થી ડાયન’, ‘ડેઢ ઇશ્કિયા’ અને ‘બદલાપુર’ જેવી ફિલ્મોમાં કામ કરીને હુમા કુરેશીએ તેની ઍક્ટિંગનો પરચો તો બતાવી જ દીધો છે; પરંતુ તે હવે ટેલિવિઝન તરફ પણ પ્રયાણ કરી રહી હોય એવું લાગી રહ્યું છે.

૨૮ વર્ષની હુમા કુરેશી ‘અનમોલ હૈ તૂ - નયી સોચ કો સલામ’ નામના એક ટીવી-શોના હોસ્ટ કરવાની છે. આ શોમાં એવી સ્ત્રીઓની કહાની બતાવવામાં આવશે જે ઝીરોમાંથી શરૂઆત કરીને સોસાયટીમાં પોતાનું નામ બનાવી સુખી જીવન જીવતી હોય. આ શોને વિમેન્સ ડેના દિવસે આઠ માર્ચે રજૂ કરવામાં આવશે.

હુમાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં ટીવીમાં કામ કરીશ ત્યારે તેણે જણાવ્યું હતું કે ‘હા, એક ઍક્ટર તરીકે તમે હંમેશાં કંઈક નવું કરવાની શોધમાં હો છો. હમણાં ટીવી સૌથી મોટું મીડિયમ છે. અમે અમારી ફિલ્મને પ્રમોટ કરવા માટે અહીં આવીએ છીએ. હું વર્ષે બેથી ત્રણ ફિલ્મો કરું છું, પરંતુ ટેલિવિઝન એવું છે જેને તમે રોજ જ જુઓ છો. ત્યાં તમારા માટે ઑડિયન્સ રોજનું તૈયાર જ હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2015 06:24 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK