હું બહુ સાવચેતી રાખતો, છતાં કોરોનાની ઝપટમાં આવી ગયોઃ કરમ રાજપાલ

Published: 14th October, 2020 22:15 IST | Mumbai Correspondent | Ahmedabad

સિરિયલમાં ગુડ્ડુનો રોલ કરી રહેલા કરમ રાજપાલ કોરોના-પૉઝિટિવ નીકળતાં તેણે ક્વૉરન્ટીન થવું પડ્યું હતું અને હવે જયારે ફરી સેટ પર પાછો ફર્યો છે ત્યારે તેણે પોતાનો અનુભવ જણાવ્યો છે.

હું બહુ સાવચેતી રાખતો, છતાં કોરોનાની ઝપટમાં આવી ગયોઃ કરમ રાજપાલ
હું બહુ સાવચેતી રાખતો, છતાં કોરોનાની ઝપટમાં આવી ગયોઃ કરમ રાજપાલ

ઍન્ડટીવીના શો ‘ગુડિયા હમારી સભી પે ભારી’ને તાજેતરમાં એક વર્ષ પૂર્ણ થયું છે. આ શોમાં ગુડિયા (સારિકા બહરોલિયા) નામની અસાધારણ છોકરીની વાત છે જેનો પરિવાર યોગ્ય મુરતિયો શોધી રહ્યો છે, પણ છોકરાઓ ગુડિયાને રિજેક્ટ કરી નાખે છે. સિરિયલમાં ગુડ્ડુનો રોલ કરી રહેલા કરમ રાજપાલ કોરોના-પૉઝિટિવ નીકળતાં તેણે ક્વૉરન્ટીન થવું પડ્યું હતું અને હવે જયારે ફરી સેટ પર પાછો ફર્યો છે ત્યારે તેણે પોતાનો અનુભવ જણાવ્યો છે.
કરમ કહે છે કે, ‘વ્યસ્ત શેડ્યુલમાંથી રિકવરી માટે સમય કાઢવો બહુ જરૂરી હતું. મારો પરિવાર, મિત્રો અને ચાહકોની પ્રાર્થનાથી હું સાજો થઈ ગયો છું અને સેટ પર પાછો ફરીને હું વધુ ઊર્જાવાન અનુભવું છું. આ મહામારીમાં સૌથી અગત્યનું છે સતત પોતાનું ધ્યાન રાખવું. હું તો દરેક પ્રકારની સાવધાની રાખતો છતાં કોરોનાની ઝપેટમાં આવી ગયો. પોતાને સુરક્ષિત રાખવું એ વ્યક્તિગત જવાબદારી છે એટલે મેં હવે વધુ સ્વસ્થ જીવનશૈલી અપનાવી છે. મેં નક્કી કર્યું છે કે ગમે એ થાય હું ચહેરાને વારંવાર હાથ નહીં લગાડું. તો ઇમ્યુનિટી વધારવા માટે ગરમ પાણી પીવું આવશ્યક છે. ડિસઇન્ફેક્ટિંગ અને એકદમ સફાઈ રાખવી એ મારો નવો મંત્ર બની ગયો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK