હું 13 વર્ષની હતી ત્યારે કાકાએ કિસ કરી હતી

Published: 26th November, 2012 09:26 IST

અનિતા અડવાણીએ દાવો કર્યો છે કે રાજેશ ખન્નાએ હું જ્યારે 13 વર્ષની હતી ત્યારે કિસ કરી હતી અને મારું શારિરીક શોષણ પણ કર્યું હતું. પરંતુ આ પછી અનિતાએ કાકા સાથે રિલેશનશીપ જોડાયા બાદ આશીર્વાદમાં આવવાની પરવાનગી અને મહિને 10 લાખની માગણી કરી હતી.રાજેશ ખન્ના અને અનિતા અડવાણીની લવ-સ્ટોરી કોર્ટમાં પહોંચી છે ત્યારે ખન્ના પરિવારને અનિતાને આ મામલે નોટિસ ફટકારી છે. અનિતાએ નોટિસમાં જણાવ્યું છે કે અનિતા રાજેશ ખન્નાના પરિચયમાં ત્યારે આવી જ્યારે તેની ઉંમર 13 વર્ષ હતી. કમ્પલેઇન્ટમાં જણાવવામાં આવ્યું છે કે તે ઉંમરે મને રાજેશ ખન્નાએ એકદમ તેમના તરફ ખેંચીને કિસ કરી હતી. તેની ઉંમર આ બધી પરિસ્થિતિ સમજી શકે તેમ ન હતી અને રાજેશ ખન્ના કરતાં તે ઘણી નાની હતી.

ફરિયાદ મુજબ ખન્નાએ અનિતાને પોતાની આ રિલેશનશીપ ખાનગી રાખવા જણાવ્યું હતું કારણકે તેનાથી તેમની લોકપ્રિયતા પર અસર પડી શકે તેમ હતી. અનિતા ત્યાર બાદ પોતાનું ભણતર પૂરું કરવા જયપુર પહોંચી હતી. પરંતુ મુંબઈ પરત આવ્યા બાદ રાજેશ ખન્નાની સામે જઈને પૂછ્યું હતું કે આવું શા માટે તેમણે તેની સાથે કર્યું? ખન્નાએ આ બાબતે પોતાને માફ કરી દેવાનું અનિતાને કહ્યું અને તેઓ ત્યાર બાદ એકબીજાના સંબંધો તરફ આકર્ષાયા.

અનિતાની ફરિયાદમાં એ પણ જણાવાયું છે કે વર્ષ 2000માં કાકા અને અનિતાએ જાહેરમાં એકબીજાને ભેટ્યાં અને કિસ કરી હતી. અનિતાના મુજબ કાકાએ એમ પણ કહ્યું હતું કે ડિમ્પલને હવે ડિવોર્સ આપવા શક્ય નથી અને તેઓ લગ્નની પ્રપોઝલ રિજેક્ટ કરતાં હતાં. અનિતાએ દાવો કર્યો છે કે આશીર્વાદમાં કાકા સાથેના મારા ઘણાં પ્રાઈવેટ ફોટો પણ છે જે અમારા સંબંધો સાબિત કરે છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK