મને ડર હતો કે દર્શકો કહેશે કે હું ઍક્ટિંગ ભૂલી ગયો છું: જિતેન્દ્ર

Published: May 27, 2020, 20:36 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

Alt બાલાજીની સિરીઝ ‘બારિશ 2’થી ડિજિટલ ડેબ્યુ કરનાર દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રએ વર્ષો પછી કૅમેરા ફેસ કરવાના અનુભવો જણાવ્યા

આશા નેગી અને શરમન જોષી સ્ટારર Alt બાલાજીની વેબ-સિરીઝ ‘બારિશ’નો એક અલગ ચાહક-વર્ગ છે. આ રોમૅન્ટિક ડ્રામાની બીજી સીઝન તાજેતરમાં રિલીઝ થઈ છે જેમાં દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રએ ડિજિટલ ડેબ્યુ કર્યું છે. જિતેન્દ્રએ ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ એક વેબ-સિરીઝમાં અભિનય કરશે. તેમણે આટલાં વર્ષો પછી ફરી કૅમેરા ફેસ કરવાના અનુભવ શૅર કર્યા છે.

જિતેન્દ્રએ કહ્યું કે ‘આ ઉંમરે લાઇન્સ યાદ કરવી બહુ કઠિન છે. હું જ્યારે યુવાન હતો ત્યારે સરળતાથી મને બધું યાદ રહી જતું એથી ‘બારિશ’ કરતી વખતે શરૂઆતમાં હું નર્વસ હતો. મારે લાંબા મોનોલોગ બોલવાના હતા જે અન્ય માટે કદાચ સરળ હતું, પણ મને આ બાબતે ચિંતા થતી હતી. મને ફડક હતી કે દર્શકો શું પ્રતિભાવ આપશે. કદાચ તેઓ એવું કહેશે કે જિતેન્દ્ર ઍક્ટિંગ ભૂલી ગયા છે! જોકે ડિરેક્ટર નંદિતા મહેરા સહિત સેટ પર સૌએ મને દિલથી આવકારીને મને સપોર્ટ કર્યો એટલે ધીરે-ધીરે મારા માટે એ કામ સરળ થઈ ગયું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK