ભૂમિ પેડણેકરની ઇચ્છા છે કે તે દરેક પ્રકારની ફિલ્મો કરીને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માગે છે. તે હૉરર-થ્રિલર ‘દુર્ગામતી’માં અલગ જ રોલમાં જોવા મળવાની છે. આ ફિલ્મ ૧૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તેણે અત્યાર સુધી કરેલી દરેક ફિલ્મ હટકે અને એક સામાજિક સંદેશ આપનારી છે. ફિલ્મો વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું દરેક પ્રકારની ફિલ્મો કરવા માગું છું અને સાથે જ દરેક પર્ફોર્મન્સને ઉત્તમ આપવાનો પ્રયાસ કરું છું. એક કલાકાર તરીકે આ મારી મહત્ત્વાકાંક્ષા છે. ભારતમાં વર્તમાનમાં બનનારી ફિલ્મોમાં હું બેસ્ટ આપવા માગું છું. સાથે જ વિવિધ પર્ફોર્મન્સ આપું જેમાં મારી કસોટી થાય, જે મને આગળ વધારે. હું એક જ પ્રકારની ફિલ્મો નથી કરવા માગતી. મારી ઇચ્છા છે કે હું દરેક પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપું. મારા માટે ‘દુર્ગામતી’ એવો જ એક પ્રોજેક્ટ છે.’
આવનારી ફિલ્મ ‘દુર્ગામતી’ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘હું જાણતી હતી કે આ ફિલ્મ દ્વારા હું મારી ક્ષમતાથી આગળ વધીશ અને એક કલાકાર તરીકે મારી જાતને હું વિસ્તારિત કરીશ. મારા માટે તો આ શીખવાનો ગજબનો અનુભવ રહ્યો હતો. હૉરર મારા માટે ખરેખર કપરું છે, કારણ કે દર્શકો જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ બાબતને વિશ્વાસમાં લેવી ખૂબ જરૂરી છે. એટલે આપણો પર્ફોર્મન્સ જ ફિલ્મને આગળ ધપાવે છે અને દર્શકોને અદ્ભુત મનોરંજન પીરસે છે. હું આ અનુભવ લેવા માગતી હતી. આશા રાખું છું કે મારો પર્ફોર્મન્સ સચોટ રહેશે.’
કંગના રણોતના ટ્વીટ પર વિવાદ બાદ ટ્વિટર અકાઉન્ટ પર અસ્થાઇ રૂપે પ્રતિબંધ
20th January, 2021 18:20 ISTમારાં ફેવરિટ કૅરૅક્ટર્સ લોકોને પસંદ નથી આવતાં: નવાઝુદ્દીન સિદ્દીકી
20th January, 2021 17:27 ISTખુશી કપૂરને તેના ડૅડી બોની કપૂર નહીં કરે લૉન્ચ
20th January, 2021 17:25 ISTકમલ હાસનની સર્જરી બાદ લોકોએ આપેલા સપોર્ટ અને પ્રાર્થનાઓનો આભાર માન્યો તેમની દીકરી શ્રુતિ અને અક્ષરાએ
20th January, 2021 17:19 IST