હિમેશ રેશમિયા, જતીન-લલિત, આદેશ શ્રીવાસ્તવ અને ઇકબાલ દરબારના વડપણ હેઠળ કરવામાં આવેલી ‘સારેગમપ ચૅમ્પિયન્સ’ આજે પણ હિમેશના એક ડાયલૉગને કારણે પૉપ્યુલર છે. રાગ અને આલાપની વાત ચાલતી હતી એ દરમ્યાન એક સિચુએશન પર હિમેશે કન્ટેસ્ટન્ટને કહ્યું હતું, ‘મૈં તેરે ઘર મેં રોટી ચાહતા હૂં.’
૨૦૦પમાં ઑનઍર થયેલો આ શો હવે ઝી ટીવી ફરી લાવ્યું છે. આ શોમાંથી બહાર આવેલા અનેક કન્ટેસ્ટન્ટ આજે ઇન્ડસ્ટ્રીના ટોચના સિંગર બની ગયા છે અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાઈ ચૂક્યા છે, તો મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી ઑલરેડી જતીન-લલિતની જોડી તૂટતી જોઈ ચૂકી છે, જ્યારે આદેશ શ્રીવાસ્તવ પણ અત્યારે હયાત નથી. આ જ શોમાં સલમાન ખાનની આંખમાં પણ એક સિચુએશન પર ઐશ્વર્યા રાયને યાદ કરીને આંસુ આવી ગયા હતા, તો હિમેશ અને સલમાન વચ્ચે તંગ થયેલા સંબંધો પણ આ જ શો દરમ્યાન લોકોને સ્પષ્ટ દેખાયા પણ હતા.
રનિતા અને આર્યનંદાને ગીતની ઑફર કરી હિમેશ રેશમિયાએ
1st October, 2020 10:46 ISTઆજના સિંગર્સે જાતે જ ગીતો કમ્પોઝ કરવાં જોઈએ : હિમેશ રેશમિયા
24th July, 2020 19:02 ISTHappy Hardy And Heer Trailer: હિમેશ રેશમિયાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ...
7th January, 2020 13:59 ISTસ્ટેજ લેજન્ડ સરિતા જોષીનું મિડ-ડે ગૌરવ ICONS અવૉર્ડથી સન્માન
22nd December, 2019 08:49 IST