800માં મારાં બોલિંગ એક્સપ્રેશન્સને બખૂબી નિભાવશે વિજય સેતુપતિ: મુથૈયા મુરલીધરન

Published: 13th October, 2020 18:12 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

2021માં શૂટિંગ શરૂ થનારી આ ફિલ્મને સાઉથ ઇન્ડિયન ભાષાની સાથે જ હિન્દી, બંગાળી અને સિંહલીસમાં પણ બનાવવામાં આવશે

મુથૈયા મુરલીધરન, વિજય સેતુપતિ
મુથૈયા મુરલીધરન, વિજય સેતુપતિ

શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર મુથૈયા મુરલીધરનને લાગે છે કે તેની બાયોપિક ‘800’માં તેનાં બોલિંગ એક્સપ્રેશન્સને વિજય સેતુપતિ સચોટતાથી ભજવી શકશે. મુરલીધરન એકમાત્ર એવા ક્રિકેટર છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ્સ લીધી છે. આ સિવાય 350 વન-ડે ઇન્ટરનૅશનલમાં 534 વિકેટ્સ અને 12 ટી-20માં 13 વિકેટ્સ લીધી છે. ફિલ્મને શ્રીલંકા, લંડન, ઑસ્ટ્રેલિયા અને ભારતમાં શૂટ કરવામાં આવશે. 2021માં શૂટિંગ શરૂ થનારી આ ફિલ્મને સાઉથ ઇન્ડિયન ભાષાની સાથે જ હિન્દી, બંગાળી અને  સિંહલીસમાં પણ બનાવવામાં આવશે. તદુપરાંત ઇન્ટરનૅશનલ વર્ઝનને ઇંગ્લિશ સબટાઇટલ્સ સાથે બનાવવામાં આવશે. ફિલ્મ વિશે મુથૈયા મુરલીધરને કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટ જ્યારે બની ગઈ ત્યારે પહેલાં અમને રોલ માટે વિજય સેતુપતિનો જ વિચાર આવ્યો હતો. તે ટૅલન્ટેડ ઍક્ટર છે અને તે મારા બોલિંગનાં જે એક્સપ્રેશન્સ છે એને સચોટતાથી ભજવશે. મને વિજય પર પૂરો ભરોસો છે. તે ગ્રેટેસ્ટ ઍક્ટર છે અને મને વિશ્વાસ છે કે તે ફિલ્મ સાથે પૂરતો ન્યાય કરશે.’

મુથૈયા મુરલીધર સાથે સમય પસાર કરવાને લઈને વિજય સેતુપતિએ કહ્યું હતું કે ‘તેમની સ્ટોરી સાંભળવી અને મુરલી સર સાથે સમય પસાર કરવો સારું લાગી રહ્યું છે. તેમણે એક અનોખી છાપ છોડી છે. પોતાના કૅરૅક્ટર અને પર્સનાલિટી સાથે તેમણે લોકોમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. મને તેમની રિયલ લાઇફ પસંદ છે. તેમના ફૅન્સે તેમને માત્ર મૅચના મેદાન પર જ જોયા છે, પરંતુ ખૂબ ઓછા લોકો છે જેમને મુરલી સરને મેદાનની બહાર જાણવાની તક મળી હોય. તેઓ પ્રશંસનીય અને પ્રેમાળ છે. તેઓ સારા વ્યક્તિ છે અને તેમની સ્ટોરી લોકો સુધી પહોંચાડવી જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK