Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જોઈ લો પરિણીતી ચોપડાની હમશકલ

જોઈ લો પરિણીતી ચોપડાની હમશકલ

17 November, 2014 03:59 AM IST |

જોઈ લો પરિણીતી ચોપડાની હમશકલ

જોઈ લો પરિણીતી ચોપડાની હમશકલ



mannara





મન્નારા ઉત્સાહિત થઈને કહે છે, ‘પોતાની પહેલી ફિલ્મ વિશે સૌને અપેક્ષા હોય છે, પરતું હું એ પ્રકારની વ્યક્તિ છું જે કોઈ અપેક્ષા નથી રાખતી. જોકે મને મારા કામ માટે મળી રહેલી પ્રશંસાથી હું સંતુષ્ટ છું. જ્યારે બૉલીવુડ તમને વૉર્મ વેલકમ આપે ત્યારે એ લાગણી સુખદ હોય છે. એક અભિનેત્રી તરીકે જે રોલ્સ ચૅલેન્જિંગ લાગે એ હું કરીશ. તમે ખરેખર અભિનેત્રી હો તો તમારે પોતાના પાત્રને ન્યાય આપવો જોઈએ.’

 ફિલ્મ ‘ઝિદ’ના નિર્માતા અનુભવ સિંહા છે અને એને ડિરેક્ટ વિવેક અગ્નિહોત્રીએ કરી છે. આ ફિલ્મમાં મન્નારા સાથે કરણવીર શર્મા અને અન્ય કલાકારો છે.

 મન્નારાને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું તેની પહેલી ફિલ્મમાં જાણી જોઈને તેણે બોલ્ડ રોલ કરવાનો પ્રયાસ કર્યો છે?

એના જવાબમાં પોતાનો બચાવ કરતાં તે કહે છે, ‘આ રોલ તમારા માટે બોલ્ડ હશે, પરંતુ હું બોલ્ડ નથી. ફિલ્મમાં મારો રોલ બોલ્ડ છે. હા, ફિલ્મનું પોસ્ટર બોલ્ડ છે અને એ ફિલ્મના કૅરૅક્ટરનો એક અંશ છે.’

મન્નારા ગર્વથી કહે છે, ‘ફિલ્મમાં મારા કામથી મારું કુટુંબ રાજી છે. મારી કઝિન્સ પ્રિયંકા અને પરિણીતી મારા કામથી ખુશ છે.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2014 03:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK