મેં આસિફને ચોખ્ખી ના પાડી દીધી : વીના

Published: 4th November, 2011 18:38 IST

પાકિસ્તાની ઍક્ટ્રેસે કહ્યું કે ચાર દિવસ પહેલાં તેણે મને સમાધાન કરી લેવા લંડનથી ફોન કર્યો હતો, પરંતુ મેં તેની વાતમાં કોઈ રસ નહોતો લીધો(સુભાષ કે. ઝા)

મુંબઈ, તા. ૪

લંડનની અદાલતે વિવાદાસ્પદ પાકિસ્તાની ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફને સ્પૉટ-ફિક્સિંગના ગુના બદલ ગઈ કાલે એક વર્ષની જેલની સજા ફટકારી એના ચાર દિવસ પહેલાં એટલે ૨૮ ઑક્ટોબરે આસિફે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અને પાકિસ્તાની ઍક્ટ્રેસ વીના મલિકને નિરાશ હાલતમાં લંડનથી ફોન કર્યો હતો અને તેને સમાધાન કરી લેવાની ઑફર કરી હતી. આસિફે તેને વહેલાસર લંડન આવીને પોતાને મળવા પણ કહ્યું હતું.

વીનાએ ગઈ કાલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં આવું કહેતા તરત ઉમેર્યું હતું કે ‘મેં આસિફની ઑફર તરત ઠુકરાવી દીધી હતી. મેં તેની સાથેના સંબંધો તોડી નાખ્યા પછી પાછા કેવી રીતે બાંધુ! ૨૦૦૮માં મને તેની મૅચ-ફિક્સિંગની પ્રવૃત્તિઓની ગંધ આવી એટલે મેં તેને છોડી દીધો હતો. મેં તેને આ ખરાબ કૃત્યમાં સહભાગી ન થવા વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ તે નહોતો માન્યો. મને તેની સજા વિશે સાંભળીને કોઈ આર્ય નથી થયું. અમારી વચ્ચે અગાઉ બહુ સારી દોસ્તી હતી એટલે મને તેના પ્રત્યે હજી પણ સહાનુભૂતિ છે. ખરું કહું તો હું ક્યારેય મારા ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ્સ વિશે કઠોર મનથી નથી વિચારતી. હંમેશાં તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખું છું. આસિફ સાથે મેં બહુ સારી પળો માણી હતી, પણ હવે મારી જિંદગી બદલાઈ ગઈ છે. તે પણ પરણી ગયો છે અને હું તેની વાઇફ સનાને સારી રીતે ઓળખું છું. આસિફ સાથેના લગ્ન પહેલાં તેણે મને ફોન કરીને આસિફ સાથે મારા સંબંધો ચાલુ છે કે નહીં એ જાણવા માગ્યું હતું. મેં તેને કહી દીધું હતું કે આસિફ હવે મારા જીવનમાં નથી એટલે તું તેને દિલોજાનથી પ્રેમ કરજે.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK