આવી રહ્યું છે મલ્હારની ફિલ્મમાં મિકાનું ગીત, માનસી પણ દેખાશે સાથે....

Updated: Feb 03, 2020, 12:31 IST | Mumbai Desk

ફિલ્મમાં મલ્હાર એટલે કે સાહિલના માતા પિતાની ભૂમિકા વંદના પાઠક અને સચિન ખેડેકર ભજવતાં જોવા મળશે.

મલ્હાર ઠાકર અને માનસી પારેખ સ્ટારર ગોળકેરી ફિલ્મમાં મલ્હાર ઠાકર સાહિલની ભૂમિકામાં જોવા મળશે તો માનસી પારેખ હર્ષિતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ બન્ને વચ્ચે રચાતાં પ્રેમસંબંધ જે એક નાજુક વળાંક પર આવીને તૂટી જાય છે તેના આધારે છે. ફિલ્મમાં મલ્હાર એટલે કે સાહિલના માતા પિતાની ભૂમિકા વંદના પાઠક અને સચિન ખેડેકર ભજવતાં જોવા મળશે.

આ ગુજરાતી ફિલ્મ તાજેતરના સમયને નિરૂપે છે. આજના જનરેશનની મુશ્કેલીઓ, તેમના વિચાર અને વલણને સુપેરે પ્રસ્તુત કરે છે. ફિલ્મનું સંગીત પણ આજના જમાનાને અનુરૂપ બનાવવામાં આવ્યું છે.

Malhar Thakar and Manasi Parekh

પોતાના જાજરમાન અવાજ અને કર્ણપ્રિય ગીતોથી લાખો લોકોને મંત્રમુગ્ધ કરનાર પ્રખ્યાત ગાયક મિકા સિંહ ગોળકેરી ફિલ્મથી ગુજરાતી પાર્શ્વગાયન ક્ષેત્રે પ્રવેશ કરે છે. તેમણે પહેલીવાર ગુજરાતી ગીત ગાયું છે. આ વિશે કેફિયત આપતા મિકા સિંહ કહે છે, ‘હું ગુજરાતી ભાષામાં ગાવાની તક શોધતો હતો, કેમ કે મેં ઘણી ભાષાઓમાં ગાયું છે. મારા ગુજરાતી ચાહકો માટે એક ગીત હોવું જ જોઈએ એવું મને કેટલાય વખતથી લાગતું હતું. હું જ્યારે પણ વિદેશ મુસાફરી કરું છું ત્યારે હું હંમેશાં મારા ટ્રેક્સ ગાઉં છું. હવે આ ટ્રેક્સમાં એક માતબર ને ધમાકેદાર ગુજરાતી ગીતનો ઉમેરો થશે એનો મને રોમાંચ છે. વિશેષ આનંદ છે કે એક ગુજરાતી ગીત કમ્પોઝ કરવાની મને તક મળી. ''સોણી ગુજરાતની'' ગીત મારી સાથે આલા દરજ્જાના ગાયક પાર્થિવ ગોહિલે ગાયું છે. મને આશા છે મારા ચાહકોને એ પસંદ આવશે.’

Parthiv Gohil and Mika Singh

આ ગીત વિશે વાત કરતાં પાર્થિવ ગોહિલ જણાવે છે કે, "મિકા સુપર સ્ટાર છે અને મારા પ્રિય મિત્ર પણ. અમે લગભગ 20 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. બન્ને ગુજરાતીમાં ગીત બનાવવાનું વિચારતાં હતા. જ્યારે ગોળકેરી ફિલ્મ આકાર લઈ રહી હતી ત્યારે અમે આ તક ઝડપી લીધી અને ''સોણી ગુજરાતની'' ગીતની રચના થઈ. મિકાના આગવા અંદાજનો, સ્વરાંકનનો અને ગાયકીનો ત્રિવેણી સંગમ આ ગીતમાં થયો છે."

આ ગીત તો રિલીઝ થઈ જ ગયું છે તેની સાથે જ 7 ફેબ્રુઆરીના રોજ ટ્રેલર પર રિલીઝ કરવામાં આવશે. એટલું જ નહિં આ ફિલ્મ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.

 આ પણ વાંચો: Do Not Disturb વિશે વાત કરે છે મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલ

સોલ સૂત્ર નિર્મિત, વિરલ શાહ દિગ્દર્શિત, અમાત્ય ગોરડિયા-વિરલ શાહ લિખિત ‘ગોળકેરી’ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, સચિન ખેડેકર અને વંદના પાઠકે અભિનય આપ્યો છે. કિરુણ પરિહાર લિખિત ગીતનું સ્વરાંકન મિકા સિંહ તથા સ્નેહા દેસાઈ લિખિત ગીતનું સ્વરાંકન ઋષિકેશ, સૌરભ અને જસરાજે કર્યું છે. ફિલ્મના વિતરક કોકોનટ મોશન પિચર્સ છે અને મ્યુઝિક પ્રસ્તુતિ ઝેન મ્યુઝિકની છે

 • 1/16
  માનસી પારેખનો ઉછેર મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો છે. માનસી પારેખના પિતા બિઝનેસમેન છે અને માતા ટ્યુશન ટીચર અને હોમમેકર.

  માનસી પારેખનો ઉછેર મુંબઈના ગુજરાતી પરિવારમાં થયો છે. માનસી પારેખના પિતા બિઝનેસમેન છે અને માતા ટ્યુશન ટીચર અને હોમમેકર.

 • 2/16
  માનસી ઈન્ડસ્ટ્રીના એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. માનસીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં B.A. કર્યું છે.

  માનસી ઈન્ડસ્ટ્રીના એજ્યુકેટેડ કલાકારોમાંથી એક છે. માનસીએ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઈંગ્લિશ લિટરેચરમાં B.A. કર્યું છે.

 • 3/16
  માનસીએ સંગીતમાં વિશારદ કર્યું છે. માનસી ખુબ જ સારું ગાઈ પણ શકે છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરથી જ ગાવાનું ચાલુ કર્યું હતું.

  માનસીએ સંગીતમાં વિશારદ કર્યું છે. માનસી ખુબ જ સારું ગાઈ પણ શકે છે. તેણે માત્ર 11 વર્ષની ઉંમરથી જ ગાવાનું ચાલુ કર્યું હતું.

 • 4/16
  માનસીની ટીવી પર કરિઅરની શરૂઆત MTVના શો કિતની મસ્ત હૈ ઝિંદગીથી થઈ હતી. જે બાદ તેણે સોનીની કૈસા યે પ્યાર હૈમાં કામ કર્યું.

  માનસીની ટીવી પર કરિઅરની શરૂઆત MTVના શો કિતની મસ્ત હૈ ઝિંદગીથી થઈ હતી. જે બાદ તેણે સોનીની કૈસા યે પ્યાર હૈમાં કામ કર્યું.

 • 5/16
  જે બાદ તેમણે કસૌટી ઝિંદગી કી, રીમોટ કંટ્રોલ જેવી ધારાવાહિકમાં કામ કર્યું. માનસી પારેખને સ્ટાર પ્લસની ધારાવાહિકમાં ગુલાલમાં ટાઈટલ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

  જે બાદ તેમણે કસૌટી ઝિંદગી કી, રીમોટ કંટ્રોલ જેવી ધારાવાહિકમાં કામ કર્યું. માનસી પારેખને સ્ટાર પ્લસની ધારાવાહિકમાં ગુલાલમાં ટાઈટલ રોલમાં ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

 • 6/16
  માનસીએ ઝી ટીવીના સિંગિગ રિઆલિટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બન્યા હતા.

  માનસીએ ઝી ટીવીના સિંગિગ રિઆલિટી શો સ્ટાર યા રોક સ્ટારમાં ભાગ લીધો હતો અને તેમાં તે વિજેતા બન્યા હતા.

 • 7/16
  માનસીએ લીલાઈ નામની તમિલ ફિલ્મ કરી. જેમાં તેઓ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

  માનસીએ લીલાઈ નામની તમિલ ફિલ્મ કરી. જેમાં તેઓ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

 • 8/16
  જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં માનસી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે તેમની ખાસ પ્રશંસા પણ થઈ હતી.

  જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં માનસી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે તેમની ખાસ પ્રશંસા પણ થઈ હતી.

 • 9/16
  માનસી પારેખે શોર્ટ ફિલ્મ અને વેબ સીરિઝ પણ કરી છે.

  માનસી પારેખે શોર્ટ ફિલ્મ અને વેબ સીરિઝ પણ કરી છે.

 • 10/16
  માનસીનો તુમ ભી ના કરીને મ્યુઝિક વીડિયો પણ આવ્યો હતો. જેમાં તેમણે પોતે સ્વર આપ્યો છે.

  માનસીનો તુમ ભી ના કરીને મ્યુઝિક વીડિયો પણ આવ્યો હતો. જેમાં તેમણે પોતે સ્વર આપ્યો છે.

 • 11/16
  માનસીનો મ્યુઝિકલ પ્લે "મારો પિયુ ગયો રંગુન" ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં ઓપન થયો હતો. અને UKમાં તેના 75 શો થયા હતા.

  માનસીનો મ્યુઝિકલ પ્લે "મારો પિયુ ગયો રંગુન" ગોલ્ડન ગ્લોબ અવૉર્ડમાં ઓપન થયો હતો. અને UKમાં તેના 75 શો થયા હતા.

 • 12/16
  માનસી પારેખે ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે.

  માનસી પારેખે ગાયક પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા છે.

 • 13/16
  માનસી અને પાર્થિવની એક મીઠડી દીકરી પણ છે. જેનું નામ નિર્વી છે.

  માનસી અને પાર્થિવની એક મીઠડી દીકરી પણ છે. જેનું નામ નિર્વી છે.

 • 14/16
  માનસી સુપર કૂલ મોમ છે. તે નિર્વી સાથેના તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતા રહે છે.

  માનસી સુપર કૂલ મોમ છે. તે નિર્વી સાથેના તેના ફોટોસ અવાર નવાર પોસ્ટ કરતા રહે છે.

 • 15/16
  માનસીને એ. આર. રહેમાન, શ્રેયા ઘોષાલ, લકી અલી અને શેનન ડોનલ્ડ ખૂબ જ પસંદ છે.

  માનસીને એ. આર. રહેમાન, શ્રેયા ઘોષાલ, લકી અલી અને શેનન ડોનલ્ડ ખૂબ જ પસંદ છે.

 • 16/16
  તાજેતરમાં જ જ્યારે માનસી પતિ અને પુત્રી સાથે વેકેશન પર ગયા હતા ત્યારે તેમણે શેર કરેલી તસવીરો ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

  તાજેતરમાં જ જ્યારે માનસી પતિ અને પુત્રી સાથે વેકેશન પર ગયા હતા ત્યારે તેમણે શેર કરેલી તસવીરો ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Loading...
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK