Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને પુરુષોનું પરફ્યુમ ખૂબ પસંદ છે : જાહ્નવી

મને પુરુષોનું પરફ્યુમ ખૂબ પસંદ છે : જાહ્નવી

06 December, 2019 10:10 AM IST | Mumbai

મને પુરુષોનું પરફ્યુમ ખૂબ પસંદ છે : જાહ્નવી

જાહ્નવી કપૂર

જાહ્નવી કપૂર


જાહ્નવી કપૂરને મેલ પરફ્યુમ ખૂબ પસંદ છે એટલું જ નહીં, તેનું એમ પણ કહેવું છે કે તેને રાતના લેડીઝ-જેન્ટ્સનાં પરફ્યુમ મિક્સ કરવાં પણ ગમે છે. જાહ્નવી કારગિલ ગર્લ તરીકે જાણીતાં ઇન્ડિયન ઍરફોર્સનાં ભૂતપૂર્વ પાઇલટ ગુંજન સકસેનાની બાયોપિક ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’માં જોવા મળવાની છે. સાથે જ ‘રૂહી અફઝા’ અને ‘દોસ્તાના 2’માં
પણ અગત્યના રોલમાં દેખાશે. પરફ્યુમ વિશે જણાવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘મને ડૅડીનું પરફ્યુમ ખરેખર ખૂબ જ ગમે છે. હું જ્યારે નાની હતી ત્યારે મારા ડૅડીના વૉર્ડરોબમાંથી તેમનું પરફ્યુમ લગાવતી હતી. ખરું કહું તો મને પુરુષોનું પરફ્યુમ ખૂબ પસંદ છે. રાતના તો મને લેડીઝ-જેન્ટ્સનાં પરફ્યુમ મિક્સ કરીને એને થોડું ટેન્ગી અને ફૉર્મલ બનાવવું ગમે છે.’

આ પણ જુઓઃ સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો



પ્રેમની વ્યાખ્યા વિશે પૂછવામાં આવતાં જાહ્નવીએ કહ્યું હતું કે ‘મારા મતે પ્રેમને શબ્દોમાં વર્ણવી ન શકાય. એની કોઈ વ્યાખ્યા નથી, એનો તો અહેસાસ કરવાનો હોય. મને લાગે છે કે એ બધા કરતાં વિશેષ છે. મેં એક ક્વોટ વાંચ્યો હતો કે આપણે લાઇફમાં જે કંઈ પણ કરીએ છીએ એ વ્યક્તિ પાસેથી થોડો પ્રેમ મળી જાય એ માટે કરીએ છીએ. એથી આપણે લાઇફમાં માત્ર પ્રેમ મેળવવા માટે બધું કરીએ છીએ. હું પણ લોકો પાસેથી પ્રેમ મેળવવા માટે કામ કરતી રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2019 10:10 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK