Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતનું માઈન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું: ક્રિતી સૅનન

સુશાંતનું માઈન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું: ક્રિતી સૅનન

17 June, 2020 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતનું માઈન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું: ક્રિતી સૅનન

સુશાંતનું માઈન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું: ક્રિતી સૅનન


ક્રિતી સૅનનનું કહેવું છે કે તેને ખબર હતી કે સુશાંત સિંહ રાજપૂતનું બ્રિલિયન્ટ માઇન્ડ તેનું મિત્ર હોવાની સાથે દુશ્મન પણ હતું. સુશાંતે રવિવારે બાંદરામાં આવેલા તેના ઘરે સુસાઇડ કર્યું હતું.

સુશાંતના મૃત્યુને લઈને ક્રિતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી કે ‘સુશ... મને ખબર હતી કે તારું બ્રિલિયન્ટ માઇન્ડ તારું મિત્ર હોવાની સાથે તારું સૌથી મોટું દુશ્મન પણ હતું. મને એ વાત જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે જીવન જીવવા કરતાં તને મૃત્યુ ખૂબ જ સરળ લાગ્યું. કાશ, તારી આસપાસ એવા લોકો હોત જે તને આ સમયમાંથી પસાર થવા માટે તારી મદદ કરત. તને જે પ્રેમ કરતા હતા તેને તેં તારાથી દૂર ન કર્યા હોત તો સારું થાત. તારી અંદર જે બ્રેક થયું હતું એને કાશ હું ફરીથી જોડી શકી હોત. હું એ ન કરી શકી. મારા દિલનો એક ભાગ હંમેશાં માટે તારી સાથે જતો રહ્યો છે. મેં ક્યારેય પણ તારી ખુશી માટે પ્રાર્થના કરવાનું બંધ નહોતું કર્યું અને કોઈ દિવસ બંધ પણ નહીં કરું.’




સોમવારે તેની અંતિમયાત્રામાં ક્રિતીએ પણ હાજરી આપી હતી. તેઓ બન્ને રિલેશનશિપમાં હોવાની ઘણી ચર્ચા ચાલી હતી.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2020 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK