મારી લાઇફમાં મને કોઈ બાબતનો પસ્તાવો નથી : રવીના ટંડન

Published: Sep 14, 2020, 20:22 IST | Mumbai Correspondent | Mumbai

ઇન્ડસ્ટ્રીમાં તેણે ૨૯ વર્ષ પસાર કર્યાં છે. પોતાની જર્ની વિશે રવીના ટંડને કહ્યું કે ‘આ ખૂબ લાંબી અને ગ્રેટ જર્ની રહી છે

રવીના ટંડન
રવીના ટંડન

રવીના ટંડનને તેની લાઇફમાં કોઈ વાતનો પસ્તાવો નથી. તેણે ૧૯૯૧માં આવેલી ‘પથ્થર કે ફૂલ’થી ૧૬ વર્ષની ઉંમરમાં બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હવે ‘KGF ચૅપ્ટર 2’માં જોવા મળવાની છે. ઇન્ડસ્ટ્રીમાં તેણે ૨૯ વર્ષ પસાર કર્યાં છે. પોતાની જર્ની વિશે રવીના ટંડને કહ્યું કે ‘આ ખૂબ લાંબી અને ગ્રેટ જર્ની રહી છે. એણે મને ઘણું બધું શીખવ્યું છે. મેં જ્યારે કરીઅરની શરૂઆત કરી ત્યારે હું ખૂબ યંગ હતી. એ એટલું સહેલું નહોતું, પરંતુ હું હિંમત નહોતી હારી. મેં સન્માનનીય સ્થાન મળે એ માટે હંમેશાં સખત મહેનત કરી છે. આટલાં વર્ષોમાં હું ઘણું શીખી છું. લાઇફ બેસ્ટ ટીચર છે. દરરોજ નવા પાઠ ભણવા મળે છે.’
પોતાની લાઇફ પર પ્રેમ હોવાનું જણાવતાં રવીના ટંડને કહ્યું કે ‘મને લાઇફમાં કોઈ પ્રકારનો પસ્તાવો નથી. મારાં સપનાંઓ કદાચ અધૂરાં હશે. જોકે મેં અત્યાર સુધી જે કામ કર્યું છે એનો પણ મને વસવસો નથી. હું નસીબમાં માનું છું અને એ જ માર્ગ પર આપણે ચાલવાનું હોય છે. મને મારી લાઇફ પર પ્રેમ છે. એ આનાથી સારી તો ન જ હોઈ શકે. મારી લાઇફમાં એવી કોઈ વસ્તુ નથી જેને હું બદલવા માગું છું. મેં પણ અન્યોની જેમ ભૂલ કરી છે અને એમાંથી જ મને ઘણું ખરું શીખવા મળ્યું છે એથી મને કોઈ પસ્તાવો નથી. હું ભગવાનનો આભાર માનું છું કે મને જે જોઈતું હતું એ બધું તેમણે આપ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK