મારામાં નવા પ્રેમસંબંધ માટે હાલ એનર્જી નથી : બિપાશા

Published: 26th September, 2012 05:17 IST

રાઝ ૩ની સફળતાથી ખુશખુશાલ બિપાશા કહે છે કે મેં મારી આવડત સાબિત કરી બતાવી છેબિપાશા બાસુની લેટેસ્ટ ફિલ્મ ‘રાઝ ૩’એ બૉક્સઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કર્યો છે, જેના કારણે તે બહુ ખુશ છે. બિપ્સની કોઈ ફિલ્મને લાંબા સમય પછી આટલી બધી સફળતા મળી છે જેના કારણે ફરી એક વાર તેનામાં ઉત્સાહનો સંચાર થઈ ગયો છે.

બૉલીવુડમાં તારી સફર કેવી રહી?

બહુ જ ચૅલેન્જિંગ અને ઇમોશનલ. હું બહુ ચડાવ અને ઉતારમાંથી પસાર થઈ છું, પણ મેં હંમેશાં મારી પસંદગીને વળગી રહેવાનું પસંદ કર્યું છે. મારા જીવનને હવે નવી દિશા મળી છે અને એ માટે હું ‘રાઝ ૩’ના ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સહિત અનેક લોકોની આભારી છું.

શું સફળતા તારી કરીઅરનો મહત્વનો હિસ્સો છે?

હા, એ મહત્વની છે. બૉલીવુડમાં એવી માન્યતા છે કે ત્રીસ વર્ષ પછી હિરોઇન સેક્સી નથી લાગતી અથવા તો આખી ફિલ્મનો બોજ પોતાના પર નથી લઈ શકતી, પણ મેં આ વાત ખોટી પાડી છે. હું ક્યારેય કોઈ કૅમ્પનો હિસ્સો નથી રહી, પણ મેં મારી આવડત સાબિત કરી બતાવી છે.

‘રાઝ ૩’ વિવેચકોને ખાસ પસંદ નથી પડી...

અંતે તો એ પબ્લિક જ મહત્વની છે જે ફિલ્મ જોવા માટે ટિકિટ ખરીદે છે. હું એક દાયકા કરતાં વધારે સમયથી બૉલીવુડમાં છું, પણ હજી નથી સમજી શકી કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે લોકો તેને શું કામ ટેકો નથી આપતા?

જ્યારે તારી ફિલ્મો નિષ્ફળ જતી હતી ત્યારે તને કેવું લાગતું હતું?

મારી પાસે એ સમય સાથે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જોકે મેં મજબૂત મનોબળ રાખીને તેમ જ મારા માટે સાવ નવા એવા નેગેટિવ રોલની પસંદગી કરીને આમાંથી બહાર નીકળવાનું પસંદ કર્યું.

શું તું પ્રેમની શોધમાં છે?

હા, એક સ્થાયી સંબંધ ઇચ્છું છું. જોકે હાલમાં મારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ નથી તેમ જ મારામાં નવો પ્રેમસંબંધ બાંધવાની એનર્જી પણ નથી.

આગળ શું?

હાલમાં હું નવાઝુદ્દીન સિદ્દીકી સાથે અન્ય એક હૉરર ફિલ્મ ‘આત્મા’નું શૂટિંગ કરી રહી છું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK