મેં સલમાન સાથે કામ કરવાની ક્યારેય ના નથી પાડી : દીપિકા

Published: Nov 08, 2014, 04:11 IST

થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શાહરુખ સાથે ત્રણ ફિલ્મો કરી ચૂકેલી દીપિકા પાદુકોણ હવે યશરાજની ફિલ્મ્સ માટે સલમાન ખાન સાથે કામ કરશે.

 જોકે આ સમાચારની હજી પુષ્ટિ નથી થઈ અને ભૂતકાળમાં દીપિકાએ સલમાન સાથે ‘કિક’માં કામ કરવાની ના પાડેલી એવી અફવા ઊડી હોવાને કારણે આ વખતે પણ એવું કંઈક નથી થયુંને એવી ચર્ચા ચાલી રહી છે. જોકે આ અફવાને રદિયો આપતાં દીપિકાએ જણાવ્યું હતું કે ‘હું કોઈને ના પાડવાવાળી કોણ? વળી મને એવો અધિકાર પણ નથી કે હું ના પાડી શકું. મેં ક્યારેય એમ નથી કહ્યું કે હું સલમાન સાથે કામ નહીં કરું, ઊલટાનું મને તેની સાથે કામ કરવાની ઘણી ઇચ્છા છે. એમ છતાં દરેક ફિલ્મનું પોતાનું નસીબ હોય છે. જો તમારા નસીબમાં એકસાથે કામ કરવાનું નહીં હોય તો તમે ગમે એટલી પોતાની તારીખો ઍડ્જસ્ટ કરો તમારું કામ નહીં જ થાય અને જો કામ કરવાનું નસીબમાં હશે તો એ જરૂર થશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK