મૅડમ ચીફ મિનિસ્ટરના માધ્યમથી મને પૉલિટિક્સ વિશે જાણવા મળ્યું છે: રિચા
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢાનું કહેવું છે કે ‘મૅડમ ચીફ મિનિસ્ટર’ના માધ્યમથી તેને સમાજ અને પૉલિટિક્સ વિશે જાણવા મળ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ પૉલિટિકલ-ડ્રામાને 22 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સુભાષ કપૂરે લખી અને ડિરેક્ટ કરી છે તો ટી-સિરીઝે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં માનવ કૌલ અને સૌરભ શુક્લા પણ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક હાલમાં જ શૅર કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં રિચા ઉત્તર પ્રદેશની નેતાના રોલમાં જોવા મળશે. પોતાના રોલ વિશે રિચાએ કહ્યું હતું કે ‘આ એક નેતાની અદ્ભુત સ્ટોરી છે જે તમામ પડકારોને માત આપીને, સમાજની અપેક્ષાઓને પૂરી કરતાં ચીફ મિનિસ્ટર બને છે. હું અતિશય આભારી છું કે મને આવું વિવિધતાવાળું કૅરૅક્ટર ભજવવાની તક મળી. એક ઍક્ટર તરીકે આવી સ્ક્રિપ્ટ્સ ભાગ્યે જ મળે છે. આ ફિલ્મ દ્વારા મને સમાજ અને રાજકારણ વિશે જાણવા મળ્યું છે. મને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ કરતી વખતે મેં જેટલું એન્જૉય કર્યું છે એટલો જ આનંદ લોકોને એને જોઈને થશે.’