સલમાન ખાન ને બહોત બડી-બડી ફ્લૉપ ભી દી હૈ

Published: 20th December, 2012 04:22 IST

ક્યારેય નિષ્ફળ ન જાય એવા સ્ટાર તરીકે પંકાઈ ગયેલો સલ્લુ ‘દબંગ ૨’ની રિલીઝ વખતે કહે છે...સલમાન ખાન હાલમાં ‘દબંગ ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ તેના ભાઈ અરબાઝ ખાનની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. સલ્લુને ઇન્ટરવ્યુ આપવાનું જરાય નથી ગમતું, પણ ફિલ્મ માટે થઈને તે મિડિયા સાથે વાતો કરવા તૈયાર થાય છે. બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં સલમાન સાથે થયેલી વાતચીત :

શું ‘દબંગ ૨’ તારી બર્થ-ડે ટ્રીટ બનશે?

જો લોકોને એ જોવી ગમે તો એ ક્રિસમસ અને બર્થ-ડે બન્નેની ટ્રીટ છે. અગર પિક્ચર નહીં ચલી તો કૌનસા ટ્રીટ? જે પ્રકારનાં મને રીઍક્શન્સ મળ્યાં છે એ ‘દબંગ’ જેવાં જ છે. એટલે મને લાગે છે કે અમે સેફ ઝોનમાં છીએ. મને લાગે છે કે ઇમોશનલી અને નૈતિક ધોરણે આ ફિલ્મ કરેક્ટ છે. પહેલાંની ફિલ્મ જેવી જ સાવ સરખી પણ નથી અને સાવ જુદી પણ નથી.

પણ આજકાલ દર્શકોને માત્ર ફિલ્મમાં સલમાન ખાનને જ જોવો હોય છે.

ના યાર. આખું પૅકેજ હોવું જરૂરી છે. સલમાન ખાન ને બહુત બડી-બડી (ફ્લૉપ) ભી દી હૈ. હવે જો હું કોઈ પકાઉ ફિલ્મ કરીશ કે જેમાં ઘણીબધી ભાષણબાજી હોય તો કોઈ જોવા નહીં આવે. ‘દબંગ’ એવી ફિલ્મ છે જે લોકો ફ્રેન્ડ્સ, ફૅમિલી અને ગર્લફ્રેન્ડ સાથે જુએ અને મજા કરે.

લોકો તારી સફળતાની વાતો કરી રહ્યા છે, પણ તેં જ્યારે કરીઅરની શરૂઆત કરેલી ત્યારે સળંગ નવ હિટ આપેલી.

હા. ફ્લૉપ ફિલ્મ ‘લવ’ આવી એ પહેલાં નવ હિટ ફિલ્મો આવેલી. એટલે જ હું કહું છું કે દર્શકોને જ નક્કી કરવા દો. જો મારું દિમાગ અગર ખરાબ થવાનું હોત તો ‘મૈંને પ્યાર કિયા’ના સમયે જ થઈ જાત. એ ફિલ્મે એ ટાઇમના તમામ રેકૉર્ડ્સ તોડ્યા હતા. એ પછી ‘હમ આપકે હૈં કૌન’ આવી, જેણે ‘મૈને પ્યાર કિયા’નો રેકૉર્ડ તોડ્યો. ‘લવ’ આવી એ પહેલાં મેં નવ હિટ આપી. અને પછી ‘સૂર્યવંશી’, ‘ચાંદ કા ટુકડા’, ‘ચન્દ્રમુખી’, ‘જાગૃતિ’ ‘નિશ્ચય’ એમ ડિઝૅસ્ટરની હારમાળા શરૂ થઈ. એ સમયે હું એક ઘર ખરીદવા માગતો હતો.

તો શું તેં ઘર ખરીદી શકાય એ માટે આ બધી ફિલ્મો સાઇન કરેલી?

એ વખતે મને ઑફર થયેલી ફિલ્મોમાંથી મેં બેસ્ટ શોધીને પસંદ કરેલી. ‘નિશ્ચય’માં વિનોદ ખન્ના હતા અને ‘જાગૃતિ’ એ વખતના ટૉપ ડિરેક્ટર દ્વારા પ્રોડ્યુસ થયેલી એટલે મને લાગેલું કે એ સુપર્બ રહેશે, પણ એવું ન થયું. મને લાગેલું કે ‘લવ’ પણ સુપર્બ ફિલ્મ રહેશે, પણ નહીં ચાલી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK