Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ‍્‌‌નવી સામે મારી ખૂબ જ મોટી કૉમ્પિટિશન છે : અનન્યા પાન્ડે

જાહ‍્‌‌નવી સામે મારી ખૂબ જ મોટી કૉમ્પિટિશન છે : અનન્યા પાન્ડે

19 March, 2020 06:34 PM IST | Mumbai Desk
IANS

જાહ‍્‌‌નવી સામે મારી ખૂબ જ મોટી કૉમ્પિટિશન છે : અનન્યા પાન્ડે

અનન્યા પાંડે, જાન્હવી કપૂર

અનન્યા પાંડે, જાન્હવી કપૂર


અનન્યા પાન્ડેનું કહેવું છે કે તેના માટે સૌથી મોટી કૉમ્પિટિશન જાહ્નવી કપૂર છે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરી હતી અને જાહ્નવીએ ‘ધડક’ દ્વારા. આ બન્ને ફિલ્મ કરણ જોહર દ્વારા બનાવવામાં આવી હતી. આથી તેઓ બન્ને બૉલીવુડમાં નેપોટિઝમને લઈને ખૂબ જ ચર્ચામાં રહી હતી. બૉલીવુડમાં સગાવાદ વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘હું હજી પણ એ વાતથી સહમત છું કે અમને સ્ટાર કિડ્સને એ ઍડ્વાન્ટેજ છે કે અમે ઇન્ડસ્ટ્રીમાં લોકોને મળી શકીએ છીએ. અમે તેમની આસપાસ જ મોટા થયા હોવાથી તેમની સાથે સરળતાથી વાત કરી શકીએ છીએ. હવે મને જ્યારે ચાન્સ મળ્યો છે ત્યારે હું એને વેસ્ટ કરવા નથી માગતી અને મારા પિતાને ગર્વ થાય એવું કામ કરવા માગું છું. ફિલ્મી બૅકગ્રાઉન્ડમાંથી ન આવ્યા હોય એના ઘણા ટૅલન્ટેડ ઍક્ટર્સ છે જેમ કે રણવીર સિંહ અને અનુષ્કા શર્મા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા હોય એવા પણ ટૅલન્ટેડ ઍક્ટર્સ છે જેમ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. આખરે નિર્ણય તો દર્શકોએ જ લેવાનો છે.’

‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ પહેલાં તે રિજેક્ટ થઈ હતી. આ વિશે વાત કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે ‘અલાદ્દીન’ જ્યારે ઇન્ડિયામાં આવ્યું હતું ત્યારે ઘણા લોકોએ ઑડિશન આપ્યું હતું. મેં પણ મારા મોબાઇલમાં વિડિયો રેકૉર્ડ કરીને મોકલ્યો હતો, જેમાં મેં જૅસ્મિનના પાત્ર માટે ડાયલૉગ બોલ્યા હતા. આ દૃશ્ય સારી રીતે શૂટ થયું હતું, પરંતુ ત્યાર બાદ તેમણે મને ગાવા માટે પણ કહ્યું હતું. મારી લાઇફનો સવાલ હોય તો પણ હું ગીત નહીં ગાઈ શકું. આથી મને રિજેક્ટ કરવામાં આવી હતી.’



બૉલીવુડમાં તેની કૉમ્પિટિશન કોની સાથે છે એ વિશે પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારી સૌથી મોટી કોમ્પિટીશન જાહ્નવી કપૂર સાથે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2020 06:34 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK