પોતાના ફાયદા માટે આલિયાનું નામ મારે નથી વાપરવું : પૂજા ભટ્ટ

Published: 25th November, 2014 04:50 IST

ઍક્ટરમાંથી ડિરેક્ટર બનેલી પૂજા ભટ્ટ દ્વારા ડિરેક્ટેડ છેલ્લી ફિલ્મ ૨૦૧૨માં આવેલી ‘જિસ્મ ૨’ હતી. જોકે આ ડિરેક્ટર તેર વર્ષ બાદ રીમા કાગતીની ફિલ્મ ‘મિસ્ટર ચાલુ’થી અભિનયમાં કમબૅક કરી રહી છે.

એમ છતાં લોકો એ રાહ જોઈને બેઠા છે કે તે તેની સાવકી બહેન આલિયા ભટ્ટ સાથે ક્યારે ફિલ્મ બનાવશે? આ મુદ્દા પર પૂજાનું કહેવું છે કે ‘આલિયા નાની હતી ત્યારથી તેને ઍક્ટ્રેસ બનવાનું મન હતું અને હાલમાં તે જે સ્ટારડમ માણી રહી છે એ બદલ હું ઘણી ખુશ છું. તેને જોઈને મને મારા ઍક્ટિંગના દિવસો યાદ આવે છે, કારણ કે મારી પણ ‘ડૅડી’, ‘દિલ હૈ કિ માનતા નહીં’ અને ‘સડક’ એક પછી એક હિટ સાબિત થઈ હતી. હું જાણું છું કે લોકો રાહ જોઈ રહ્યા છે કે હું આલિયા સાથે ક્યારે ફિલ્મ બનાવું, પણ અમારા ઘરમાં કોઈ બીજી વ્યક્તિનું સ્ટારડમ પોતાના વ્યક્તિગત ફાયદા માટે વાપરવાની આદત નથી. માટે સારી સ્ક્રિપ્ટ મળશે ત્યારે જ હું આલિયા સાથે કામ કરીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK