Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને નથી લાગતું કે મારા જેવી વ્યક્તિ પૉલિટિક્સમાં કંઈ ખાસ કરી શકે: કુમાર

મને નથી લાગતું કે મારા જેવી વ્યક્તિ પૉલિટિક્સમાં કંઈ ખાસ કરી શકે: કુમાર

25 January, 2021 03:37 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને નથી લાગતું કે મારા જેવી વ્યક્તિ પૉલિટિક્સમાં કંઈ ખાસ કરી શકે: કુમાર

કુમાર સાનુ

કુમાર સાનુ


સિંગર કુમાર સાનુ કહે છે કે મને નથી લાગતું કે હું પૉલિટિક્સમાં કંઈ ખાસ કામગીરી કરી શકું. બંગાળમાં ઇલેક્શન શરૂ થવાનું છે અને ઇલેક્શન દરમ્યાન તમામ ઉમેદવારોને પ્રચારમાં ઉતારાય છે. કુમાર સાનુ બે વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો, પરંતુ તેણે પાર્ટી છોડી દીધી હતી. પૉલિટિક્સ વિશે કુમાર સાનુએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે મારા જેવી વ્યક્તિ પૉલિટિક્સમાં કંઈ ખાસ કરી શકે. એથી મારો એવો કોઈ ઇરાદો નથી. હું જે કારણસર પૉલિટિક્સમાં જોડાયો હતો એ ઇચ્છા પૂરી નહોતી થઈ. એથી હું પાછો હટી ગયો હતો. હવે ફરીથી રાજકારણમાં આવવાનો મારો કોઈ ઇરાદો નથી. ભૂતકાળમાં મેં જરૂરિયાતમંદ બાળકો માટે સ્કૂલ શરૂ કરી હતી અને મારા એ જ આશયને પૂરો કરવા માટે હું રાજકારણમાં આવ્યો હતો. મેં ત્રણ સ્કૂલ શરૂ કરી હતી, એમાંની એક કલકત્તામાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2021 03:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK