અપારશક્તિ ખુરાનાનું કહેવું છે કે જે વસ્તુ તેના ગજા બહારની હોય છે એના પર તે વધુ દબાણ નથી આપતો. તેણે ‘દંગલ’, ‘સ્ત્રી’, ‘લુકા છુપ્પી’ અને ‘પતિ, પત્ની ઔર વોહ’માં કામ કર્યું છે. તે ફિલ્મ ‘હેલ્મેટ’ અને વેબ-સિરીઝ ‘સ્ટારડસ્ટ’માં પણ જોવા મળવાનો છે. કોઈ વાતનું સ્ટ્રેસ નથી લેતો એ વિશે અપારશક્તિએ કહ્યું હતું કે ‘સ્વાભાવિક રીતે હું એવી કોઈ વસ્તુઓનું સ્ટ્રેસ નથી લેતો જે મારા કન્ટ્રોલમાં ન હોય. ઇન્ડસ્ટ્રીમાં તમારું સ્થાન હોવું એ તમારા કન્ટ્રોલમાં નથી હોતું. ફિલ્મમેકિંગ એક અલગ આર્ટ છે જેને તમે એક સ્થાને ન બેસાડી શકો. હું હંમેશાં ફ્લો સાથે આગળ વધ્યો છું અને એવી વસ્તુઓ કરી છે જે મને ખુશ અને સંતુષ્ટ રાખી શકે. મેં હંમેશાં એવી વસ્તુઓ કરી છે જે કદી પણ કોઈને તકલીફ ન પહોંચાડે. મેં એવાં કામ કર્યાં છે કે જ્યારે પણ હું ઘરે પાછો ફરું તો મનમાં સંતુષ્ટિની લાગણી હોય.’
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના વિરુદ્ધ કૉર્ટે જાહેર કર્યું વૉરન્ટ
1st March, 2021 15:22 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTજે ઘરેથી કરીઅરની શરૂઆત કરી હતી એ જ ઘરમાં ફરીથી પહોંચતાં ખુશ થઈ ભૂમિ
1st March, 2021 13:28 IST