Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા પર લાગી ગયો છે સપોર્ટિંગ ઍક્ટરનો થપ્પો : કુણાલ કપૂર

મારા પર લાગી ગયો છે સપોર્ટિંગ ઍક્ટરનો થપ્પો : કુણાલ કપૂર

22 October, 2012 05:44 AM IST |

મારા પર લાગી ગયો છે સપોર્ટિંગ ઍક્ટરનો થપ્પો : કુણાલ કપૂર

મારા પર લાગી ગયો છે સપોર્ટિંગ ઍક્ટરનો થપ્પો : કુણાલ કપૂર




‘રંગ દે બસંતી’ અને ‘ડૉન ૨’ જેવી મોટી ફિલ્મોમાં નાના પણ મહત્વના સપોર્ટિંગ રોલમાં જોવા મળેલો કુણાલ કપૂર પોતાની આગામી ફિલ્મ ‘લવ શવ તે ચિકન ખુરાના’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. તેને એ વાતનો અફસોસ છે કે તેના પર સપોર્ટિંગ ઍક્ટરનો થપ્પો લાગી ગયો છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં કુણાલ કહે છે, ‘મેં જે રોલ કર્યા છે એની પસંદગી કરતી વખતે એ એકબીજા કરતાં અલગ હોય અને દરેક રોલ દમદાર હોય એનું ધ્યાન રાખવાનો પ્રયાસ કર્યો હતો. મેં ક્યારેય મોટી ફિલ્મોમાં નાના પણ મજબૂત સપોર્ટિંગ રોલ કરવાનું પ્લાનિંગ નહોતું કર્યું. જોકે મને આવી જ ઑફરો મળી હોય તો એમાં મારો શું વાંક? પસંદગીના મારા આ માપદંડને કારણે મને અત્યાર સુધી સારી ફિલ્મોના પ્રોજેક્ટમાં ખરેખર પ્રતિભાશાળી વ્યક્તિત્વો સાથે કામ કરવાની તક મળી છે.’

પોતાની આગામી ફિલ્મ ‘લવ શવ તે ચિકન ખુરાના’ વિશે વાત કરતાં કુણાલ કહે છે, ‘હું આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મને દરેક ફિલ્મ રિસ્ક જેવી લાગે છે. અત્યારે બહુ સારો સમય ચાલી રહ્યો છે અને દર્શકો સારી વાર્તાવાળી સ્મૉલ બજેટ ફિલ્મને પણ સારો આવકાર આપે છે. જો તમે જીવનમાં રિસ્ક ન લો તો એક જ પ્રકારનું બીબાઢાળ કામ કરતા રહી જાઓ છો.’

શું છે ‘લવ શવ તે ચિકન ખુરાના’માં?

બીજી નવેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ એક પંજાબી ખુરાનાપરિવારની વાર્તા છે જે સંયુક્ત રીતે ઢાબો ચલાવે છે અને પોતાના કુકિંગ-કૌશલ માટે ગર્વ ધરાવે છે. આ પરિવારની એક પરંપરાગત ડિશ છે ‘ચિકન ખુરાના’ અને આ ડિશની રેસિપીની આસપાસ જ ફિલ્મની વાર્તા આકાર લે છે. ફિલ્મ વિશે વાત કરતાં કુણાલ કહે છે, ‘આ ટિપિકલ કૉમેડી ફિલ્મ નથી. ૭૦ અને ૮૦ના દાયકામાં હૃષીકેશ મુખરજી જે પ્રકારની સિચુએશનલ કૉમેડી બનાવતા હતા એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2012 05:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK