નૌશાદસા’બે બૈજુ બાવરામાં જે સંગીત આપ્યું હતું એની તોલે હું ન આવી શકું : સંજય લીલા ભણસાલી

Published: Nov 25, 2019, 10:24 IST | Mumbai

ફિલ્મ વિશે જણાવતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘૧૯૫૨માં આવેલી ‘બૈજુ બાવરા’માં નૌશાદસા’બે જે ભવ્ય સંગીત આપ્યું હતું. હું તો એના વિશે વિચારતો પણ નથી. એ ઊંચાઈએ પહોંચવું મારા માટે અશક્ય છે.’

સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલીને લાગે છે કે એક કમ્પોઝર તરીકે નૌશાદસા’બે ‘બૈજુ બાવરા’માં જે પ્રકારનું સંગીત આપ્યું હતું એની સરખામણીએ તેઓ ન આવી શકે. તેમને એ એક મોટો પડકાર લાગે છે. તેમના માટે ‘બૈજુ બાવરા’ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ફિલ્મની સ્ટોરી બે ગાયકોની રહેશે જેમાં ગીતો અગત્યનો ભાગ ભજવશે. ફિલ્મ વિશે જણાવતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘૧૯૫૨માં આવેલી ‘બૈજુ બાવરા’માં નૌશાદસા’બે જે ભવ્ય સંગીત આપ્યું હતું. હું તો એના વિશે વિચારતો પણ નથી. એ ઊંચાઈએ પહોંચવું મારા માટે અશક્ય છે.’

આ પણ જુઓઃ Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

આ ફિલ્મ માટે નવા ગાયકોને તક આપવામાં આવશે. લતા મંગેશકરની પ્રશંસા કરતાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે ‘લતાદીદીએ ‘બૈજુ બાવરા’માં ‘મોહે ભુલ ગયે સાંવરિયા’ અને ‘બચપન કી મોહબ્બત’ જે રીતે ગાયું હતું એવું આજના સમયમાં કોણ ગાઈ શકે છે? લતાજી જેવાં ગાયક બીજાં કોઈ ન હોઈ શકે. જોકે હું જે પણ ફીમેલ સિંગર્સ સાથે કામ કરું છું તેમનામાં લતાદીદી જેવો અવાજ મળી જાય એની હું સતત શોધમાં રહું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK