વરુણ ધવન અને રણવીર સિંહની જેમ હું કૉમેડી ન કરી શકું : ટાઇગર શ્રોફ

Updated: Oct 14, 2019, 11:05 IST | મોહર બાસુ | મુંબઈ

ટાઇગરે કહ્યું હતું કે ‘હું વરુણ ધવન અને રણવીર સિંહ સાથે પોતાની સરખામણી કરવાની હિંમત ના કરી શકું. હું તેમનાં જેવી કૉમેડી પણ ના કરી શકું.

ટાઈગર શ્રૉફ
ટાઈગર શ્રૉફ

વૉર’ને મળેલી સફળતાનો સ્વાદ ચાખનાર ટાઇગર શ્રોફ માને છે કે તે વરુણ ધવન અને રણવીર સિંહની જેમ કૉમેડી નહીં કરી શકે. ટાઇગરની ઓળખ ઍક્શન સ્ટાર તરીકેની છે. તે હાલમાં અહમદ ખાનનાં ડિરેક્શનમાં બની રહેલી ‘બાગી 3’માં બિઝી છે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવનાર આ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. તે અલગ પ્રકારની ફિલ્મો કરે એ લોકોને પસંદ નથી એવુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘મારા દર્શકોને હું એક્સપેરિમેન્ટ કરું એ પસંદ નથી. ‘બાગી 2’ બાદ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં કૉલેજના સ્ટુડન્ટસ મારી પજવણી કરતા હતાં એ મારા ફૅન્સને ગમ્યુ નહીં. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’એ ફિલ્મનાં પૈસા તો રિકવર કરી લીધા પરંતુ અમારી આશા પર એ ફિલ્મ સારુ નહોતી કરી શકી.’

‘બાગી 3’ પર લોકોને ખાસ્સી આશા છે એવુ જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ક્રિપ્ટને લઈને મારી પાસે ઘણાં બધા સલાહ સૂચનો હતાં. ડિરેક્ટર અહમદ અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા પણ મારા સૂચનોને આવકારે છે.’
સમીક્ષકોનું એમ પણ માનવું છે કે ટાઇગર માત્ર ઍક્શન ફિલ્મોમાં કામ કરીને પોતાને સૅફ કરી રહ્યો છે. જોકે આ સંદર્ભે ટાઇગરે કહ્યું હતું કે ‘હાલમાં ખૂબ કોમ્પિટીશન વધી ગઈ છે. તમને તમારી સ્ટ્રેન્થનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો હોય છે. હું જે પ્રકારની ફિલ્મો કરું છું એની સાથે હું મારી જનરેશનના કલાકારોની સરખામણી ના કરી શકું.’

આ પણ વાંચોઃ વિકી ડોનર અને અંધાધુનની સ્ક્રિપ્ટને લૉકરમાં રાખવા માગે છે આયુષ્માન ખુરાના

અન્ય કલાકારો અલગ-અલગ પ્રકારની ફિલ્મોમાં હાથ અજમાવે છે. એથી એક જ ઇમેજમાં બંધાઇ રહેવાનો તેને ડર નથી લાગતો એ વિશે પૂછવામાં આવતા ટાઇગરે કહ્યું હતું કે ‘હું વરુણ ધવન અને રણવીર સિંહ સાથે પોતાની સરખામણી કરવાની હિંમત ના કરી શકું. હું તેમનાં જેવી કૉમેડી પણ ના કરી શકું. એથી એમ કહેવુ ખોટુ નથી કે હું જ્યાં છું ત્યાં બરાબર છું. હું એવા રોલ્સ પસંદ કરું છું જેમાં હું મારી ઍક્શનની ક્ષમતા દેખાડી શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK