હું એકલો એકસાથે ત્રણ ખાનના રોલ કરી શકું છું

Published: 18th September, 2012 06:36 IST

‘બિગ બૉસ’ના લૉન્ચિંગ વખતે સારા મૂડમાં સલમાને આવું સ્ટેટમેન્ટ આપ્યું
રવિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતે આવેલી હોટેલ ટ્રાઇડન્ટમાં સાંજે ચાર વાગ્યાની આસપાસ કલર્સ ચૅનલના સુપરહિટ શો ‘બિગ બૉસ’ની છઠ્ઠી સીઝનનું ધમાકેદાર લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ શો સાત ઑક્ટોબરથી રોજ રાત્રે નવ વાગ્યાના ટાઇમ-સ્લૉટમાં દેખાડવામાં આવશે. આ લૉન્ચિંગ વખતે હોસ્ટ સલમાન ખાન બહુ સારા મૂડમાં હતો અને આ મૂડમાં જ તેણે તેને સાંકળતા વિવાદાસ્પદ મુદ્દાઓનો હસતાં-હસતાં જવાબ આપ્યો હતો.

તાજેતરમાં ફિલ્મમેકર કરણ જોહરે નિવેદન આપ્યું હતું કે જો હું એકસાથે ત્રણ ખાનને લઈને ફિલ્મો બનાવું તો મારે હૉસ્પિટલમાં જ દાખલ થવાનો વારો આવે. આ નિવેદનને હળવાશથી લેતાં સલમાન કહે છે, ‘મને એ વાતની બહુ ખુશી થઈ કે તમે મને મળવા આવ્યા એ પહેલાં કરણને મળીને આવ્યા છો. પહેલાં તમે મને એ કહો કે તમે કયા ત્રણ ખાનની વાત કરી રહ્યા છો? બોલને મેં ક્યા જાતા હૈ! હું એકસાથે ત્રણેય ખાનના રોલ સારી રીતે કરી શકું છું. હું એકસાથે શાહરુખ ખાનનો ‘ય્ખ્.બ્ઁચ્’નો, મારો ‘દબંગ’નો અને આમિર ખાનનો ‘ગજની’નો લુક ધારણ કરી શકું છું.’

ચર્ચા છે કે સલમાન તેની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘દબંગ’ની સીક્વલમાં ડબલ રોલ ભજવી રહ્યો  છે. જોકે આની સ્પષ્ટતા કરવાને બદલે સલમાન સવાલ ઉડાવી દેતાં કહે છે કે એવું થઈ શકે અને એવું ન પણ થાય, પણ પ્લીઝ મને કન્ફ્યુઝ ન કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK