‘બિગ બૉસ’ના એક્સ-કન્ટેસ્ટન્ટ સમીર સોનીનું કહેવું છે કે તે આરતી સિંહ સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શકે છે. ૨૦૧૦માં આવેલી ‘બિગ બૉસ’ની ચોથી સીઝનમાં સમીરે ભાગ લીધો હતો. આ શોની તેરમી સીઝનમાં તેની મિત્ર આરતીએ હાજરી આપી છે. આ શોને એક મહિનો થયો છે અને એ દરમ્યાન આરતી પર ઘણી ગંદી-ગંદી કમેન્ટ કરવામાં આવી છે. શેફાલી બગ્ગા અને સિદ્ધાથ ડેએ તેના પર ખૂબ જ વાહિયાત કમેન્ટ કરી હતી. આમ છતાં આરતી આ શોમાં હજી પણ ટકી રહી છે. આ વિશે વાત કરતાં સમીરે કહ્યું હતું કે ‘આરતીને જોઈને શોના હું મારા અનુભવને ફરી તાજા કરી રહ્યો છું.
આરતી ખૂબ જ સેન્સિટિવ છોકરી છે અને જો તેને કોઈ દુખ પહોંચાડે તો તે ખૂબ જ સ્ટ્રૉન્ગ્લી એને એક્સપ્રેસ કરે છે. તે એવી વ્યક્તિ છે જે બિનશરતી પ્રેમ કરે છે. મને ખુશી છે કે સિદ્ધાર્થ શુકલા અને તે ફ્રેન્ડ છે. સિદ્ધાર્થ ખૂબ જ સારી વ્યક્તિ છે અને તે ખૂબ ફેર ગેમ રમે છે. તેઓ એકબીજાને સપોર્ટ કરે છે અને હું એવી આશા રાખું છું કે તેઓ છેલ્લે સુધી સાથે રહે. ભૂતપૂર્વ કન્ટેસ્ટન્ટ હોવાથી હું એટલું કહી શકું છું કે મારો આ ઘરમાં ખૂબ જ અદ્ભુત અનુભવ રહ્યો હતો. એવી આશા રાખું છું કે આ શો દ્વારા આરતી વધુ સ્ટ્રૉન્ગ અને શાંત બને.’
આ પણ વાંચો : ગૌહર પછી દલજીતે લીધી શેફાલીની ક્લાસ, શું સારી મા બિકિની ન પહેરી શકે?
આરતીને લઈને ગઈ કાલે જ જય-વીરુની જોડી એટલે કે સિદ્ધાર્થ શુકલા અને આસિમ વચ્ચે ઝઘડો થયો હતો.
The Kapil Sharma Show:સંજય દત્તે જેલમાં કમાયેલા પૈસાનું શું કર્યું? જાણો અહીં...
Dec 06, 2019, 18:21 ISTકૉમેડિયન ગૌરવ ગેરાએ નેહા કક્કડની માગી માફી, વીડિયોમાં કર્યું હતું મજાક
Dec 06, 2019, 13:08 ISTકપિલ શર્માના સેટ પર પહોંચ્યા સલમાન ખાન, સ્ટેજ પાછળ થયું કઈક આવુ, જુઓ વીડિયો
Dec 05, 2019, 15:29 ISTહવે વૉટ્સએપ પર આવશે આ શૉના સ્ટિકર, ડાયલૉગ્સ પણ કરી શકશો શૅર
Dec 01, 2019, 13:07 IST