હું કોવિડની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું અને પહેલાં કરતાં સ્વસ્થ છું:સૂર્યા

Published: 9th February, 2021 11:50 IST | Agencies | New Delhi

નવેમ્બરમાં તેની ફિલ્મ ‘સુરારાઈ પોટરુ’ ઑનલાઇન રિલીઝ થઈ હતી. પોતાની હેલ્થની માહિતી ટ્વિટર પર તામિલમાં આપતાં સૂર્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું હાલમાં કોવિડ-19ની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું અને હવે સ્વસ્થ છું.

હું કોવિડની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું અને પહેલાં કરતાં સ્વસ્થ છું:સૂર્યા
હું કોવિડની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું અને પહેલાં કરતાં સ્વસ્થ છું:સૂર્યા

તામિલ સુપરસ્ટાર સૂર્યા કોવિડ-19ની સારવાર લઈ રહ્યો છે અને તે પહેલાં કરતાં સ્વસ્થ છે. તેના ફૅન્સ તેના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. તે ‘વાડિવસલ’માં જોવા મળવાનો છે. નવેમ્બરમાં તેની ફિલ્મ ‘સુરારાઈ પોટરુ’ ઑનલાઇન રિલીઝ થઈ હતી. પોતાની હેલ્થની માહિતી ટ્વિટર પર તામિલમાં આપતાં સૂર્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું હાલમાં કોવિડ-19ની ટ્રીટમેન્ટ લઈ રહ્યો છું અને હવે સ્વસ્થ છું. સૌએ એ જાણવું ખૂબ જરૂરી છે કે લાઇફ હજી સુધી સામાન્ય નથી થઈ. ડરને કદી પણ આપણા પર હાવી નહીં થવા દેવો જોઈએ કે જેથી લાઇફ થંભી જાય. આપણે હજી પણ સાવધ અને સલામત રહેવાની જરૂર છે. મારી સારવાર દરમ્યાન મારી પડખે ઊભા રહેનારા સમર્પિત ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફને પ્રેમ અને આભાર.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK