હું હવે કોઈ પણ પૉલિટિકલ પાર્ટીમાં નહીં જોડાઉ : ઊર્મિલા માતોન્ડકર

Published: 19th September, 2019 11:59 IST | મુંબઈ

કૉન્ગ્રેસને અલવિદા કહ્યાં બાદ ઊર્મિલા માતોન્ડકરે જણાવ્યું હતું કે તે કોઈ પણ પૉલિટિકલ પાર્ટીમાં જોડાશે નહીં.

ઊર્મિલા માતોન્ડકર
ઊર્મિલા માતોન્ડકર

કૉન્ગ્રેસને અલવિદા કહ્યાં બાદ ઊર્મિલા માતોન્ડકરે જણાવ્યું હતું કે તે કોઈ પણ પૉલિટિકલ પાર્ટીમાં જોડાશે નહીં. એવી ચર્ચા ચાલી રહી છે કે ઊર્મિલા શિવસેનામાં સામેલ થઈ શકે છે. તેણે નૉર્થ મુંબઈથી ઇલેક્શન લડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગોપાલ શેટ્ટીની સામે તે હારી હતી. જોકે ટૂંક સમયમાં મહારાષ્ટ્રમાં ઇલેક્શન થવાનું છે. સાથે જ તે ઉદ્ધવ ઠાકરેના નજીકનાં એવા મિલીન્દ નાર્વેકરનાં સંપર્કમાં છે એવી ચર્ચા ચાલી રહી છે. એથી એવી શકયતા છે કે તે શિવસેનામાં સામેલ થઈ શકે છે. જોકે અફવાઓને શાંત કરતાં ઊર્મિલાએ કહ્યું હતું કે ‘હું કોઈ પણ અન્ય પાર્ટીમાં જોડાવાની નથી. એથી હું મીડિયાને વિનંતી કરું છું કે તેઓ જે પણ સાંભળે એને શૅર ના કરે. એ મારા માટે કે અન્ય કોઈ પાર્ટી માટે યોગ્ય નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK