Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું સિંગર તો નથી, પરંતુ સારા સિન્ગિંગ વિશે માહિતી છે : મનોજ બાજપાઈ

હું સિંગર તો નથી, પરંતુ સારા સિન્ગિંગ વિશે માહિતી છે : મનોજ બાજપાઈ

28 September, 2020 09:12 PM IST | Mumbai
Agencies

હું સિંગર તો નથી, પરંતુ સારા સિન્ગિંગ વિશે માહિતી છે : મનોજ બાજપાઈ

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઇ


મનોજ બાજપાઈનું કહેવું છે કે તે ગાયક તો નથી પરંતુ તેને ગાયકીની સારી એવી માહિતી છે. તેણે ‘બમ્બઈ મેં કા બા’માં રૅપ સોન્ગ ગાયું છે. આ ગીતમાં પ્રવાસી કામગારોની કથા દર્શાવવામાં આવી છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલું આ ગીત લોકોને પણ ખૂબ પસંદ પડી રહ્યું છે. શું તે હજી વધુ ગીત લઈને આવશે? એવો સવાલ પૂછવામાં આવતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘મને એની કોઈ જાણ નથી. ફિલ્મમેકર અનુભવ સિંહા (જેમણે આ વિડિયો સૉન્ગ ડિરેક્ટ કર્યું છે) મને સતત કહી રહ્યા છે કે હું હજી એક ગીત લઈને તમારી પાસે આવીશ. પહેલી વાત તો એ કે હું કંઈ સિંગર નથી, હા પરંતુ હું સારા સિન્ગિંગનો શોખીન છું. મને સારી ગાયકીની પણ માહિતી છે. હું ઘણાં વર્ષોથી થિયેટર ઍક્ટર રહ્યો છું. થિયેટરમાં તો સૂર અને તાલ હોવા ખૂબ અગત્યનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2020 09:12 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK