Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું પહેલી વાર ફિલ્મને મારા ખભા પર લઈને ચાલી રહી છું : ભૂમિ પેડણેકર

હું પહેલી વાર ફિલ્મને મારા ખભા પર લઈને ચાલી રહી છું : ભૂમિ પેડણેકર

19 February, 2020 07:40 AM IST | Mumbai

હું પહેલી વાર ફિલ્મને મારા ખભા પર લઈને ચાલી રહી છું : ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


ભૂમિ પેડણેકરે ઘણી સારી-સારી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે પહેલી વાર સંપૂર્ણ ફિલ્મને પોતાના ખભા પર ઊંચકીને ચાલતી જોવા મળશે. ‘દુર્ગાવતી’ને અક્ષયકુમાર પ્રેઝેન્ટ કરી રહ્યો છે અને તેણે આ ફિલ્મની જાહેરાત દરમિયાન કહ્યું હતું કે આ ફિલ્મની હીરો ભૂમિ પેડણેકર છે. હૉરર-થ્રિલર આ ફિલ્મને ભૂષણકુમાર અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યાં છે. આ વિશે વધુ જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હું ભોપાલમાં ‘દુગાવર્તી’નું શૂટિંગ કરી રહી છું. મારા માટે આ એકદમ નવી સ્ટોરી છે. હું પહેલી વાર મારા ખભા પર આ ફિલ્મને ઊંચકીને ચાલી રહી છું. આ ફિલ્મ સાથે ઘણાં સારા લોકો સંકળાયેલા છે અને એથી જ આ ફિલ્મ ખૂબ જ સારી રહેવાની છે.’

ફિલ્મ પોતાના ખભા પર લઈને ચાલી રહી હોવાથી કોઈ પ્રેશર છે ખરું? આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘તમે જ્યારે ફિલ્મનું શૂટિંગ કરતાં હો ત્યારે હંમેશાં પ્રેશર રહે છે કારણ કે તમે છેલ્લી ફિલ્મ કરતાથી વધુ સારું પર્ફોર્મન્સ આપવા માગતા હો છો.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 07:40 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK