Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું અનોખી ફિલ્મને હંમેશાં ચાન્સ આપું છું: આયુષ્માન ખુરાના

હું અનોખી ફિલ્મને હંમેશાં ચાન્સ આપું છું: આયુષ્માન ખુરાના

19 February, 2020 07:40 AM IST | Mumbai

હું અનોખી ફિલ્મને હંમેશાં ચાન્સ આપું છું: આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે અનોખી ફિલ્મને તે હંમેશાં ચાન્સ આપશે. ‘વિકી ડૉનર’માં સ્પર્મ ડોનરનું પાત્ર ભજવ્યા બાદ આયુષ્માને ઘણી સોશ્યલ ઇશ્યુવાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ પણ આવા જ એક ઇશ્યુ પર કામ કરી રહી છે. આ ફિલ્મમાં તે ગેનું પાત્ર ભજવી રહ્યો છે અને આ ઇશ્યુને લઈને તે સોશાયટી પર પ્રકાશ પાડવા માગે છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મારા માટે સફળતાનું પ્રમાણ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેટલો બિઝનેસ કરે છે એ નથી. મારે મારા કામ દ્વારા એવી છાપ છોડવી છે કે જેના પર મને ગર્વ થાય. અનોખી ફિલ્મને હું હંમેશાં ચાન્સ આપીશ. આવી ફિલ્મો તમને વિચારતા કરી દે છે. હું મારા દર્શકોને એ અહેસાસ કરાવવા માગું છું કે તેમને એક અલગ ફિલ્મ આપવા માટે હું કેટલું મોટું રિસ્ક લઉં છું.

આ પણ વાંચો : મહિલાઓને પણ આર્મીમાં સમાન તક મળે એવા સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ કિર્તી કુલ્હારી



મારા માટે પણ આ એક લર્નિંગ પ્રોસેસ છે અને હું સતત દરેક ફિલ્મ સાથે મારો વિકાસ કરી રહ્યો છું. એક આર્ટિસ્ટ તરીકે આ સમયમાં કામ કરવાનો મને ગર્વ છે. છેલ્લા ઘણાં વર્ષમાં આપણા દેશ અને બૉલીવુડની ઇન્ડસ્ટ્રીમાં જે પણ વિકાસ થયો છે એના પર મને ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2020 07:40 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK