Hyderabad Encounter: અનુપમ ખેર, ઋષિ કપૂર સહિતના સ્ટાર્સે હૈદરાબાદ પોલીસને કર્યું સલામ

Published: Dec 06, 2019, 11:32 IST | Mumbai

બોલીવુડ સેલેબ્સ પણ આ ઘટના પર પોતાનો મત રાખવાની પાછળ નથી રહ્યા. અનુપમ ખેર, રકુલ પ્રીત સિંહ, નાગાર્જુન અને જૂનિયર એનટીઆરે ટ્વીટ કરીને લખ્યું કે દિશાને ન્યાય મળ્યો.

સિતારાઓએ કરી હૈદરાબાદ પોલીસને પ્રશંસા
સિતારાઓએ કરી હૈદરાબાદ પોલીસને પ્રશંસા


હૈદરાબાદના દિશા મર્ડર કેસના ચારેય આરોપીઓના એન્કાઉન્ટરના આખા દેશમાં વખાણ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લાખો, કરોડો યૂઝર્સ આ એન્કાઉન્ટરના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યા છે. ટ્વિટર પર ટૉપ 8માં માત્ર આ જ એન્કાઉન્ટર સાથે જોડાયેલા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. #hyderabadpolice, #Encounter, #JusticeForDisha, #DishaCase, #telanganapolice, હૈદરાબાદ પોલીસ અને તેલંગાણા પોલીસના હેશટેગ પર દરેક યૂઝર્સ પોતાનો મત રાખી રહ્યા છે. બોલીવુડ સેલેબ્સ પણ આ ઘટના પર પોતાનો મત રાખવાની પાછળ નથી રહ્યા. અનુપમ ખેર, રકુલ પ્રીત સિંહ, નાગાર્જુન અને જૂનિયર એનટીઆરે ટ્વીટ કરીને લખ્યું કે દિશાને ન્યાય મળ્યો.

HYD



રકુલ પ્રીત સિંહે ટ્વીટ કર્યું કે, દુષ્કર્મ જેવો અપરાધ કર્યા બાદ તમે કેટલું ભાગી શકો છો. થેંક્યૂ તેલંગાણા પોલીસ. સુપરસ્ટાર નાગાર્જુને લખ્યું, આજે સવારે મે ઉઠતા જ આ ન્યૂઝ જોઈ. ત્યાં જ જૂનિયર એનટીઆરે લખ્યું કે, ન્યાય થયો. અનુપમ ખેર અને ઋષિ કપૂરે પણ ટ્વીટ કરીને તેલંગાણા પોલીસનો આભાર માન્ય. અનુપમ ખેરે લખ્યું કે, ચાલો, હવે જેટલા પણ લોકોએ આ દુષ્કર્મ કરનાર સામે અવાજ ઉઠાવ્યો હતો તેમના માટે ખતરનાક સજા ઈચ્છી હતી, તે તમામ બોલે, જય હો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK